Home Current ATS તપાસ ની મુસ્લિમ સમાજની પ્રથમ માંગ સંતોષાઈ: હવે શું? દરગાહ તોડફોડ...

ATS તપાસ ની મુસ્લિમ સમાજની પ્રથમ માંગ સંતોષાઈ: હવે શું? દરગાહ તોડફોડ પ્રકરણ માં CDR રેકોર્ડસ અને સ્થળ તપાસ બાદ આરોપીઓની ઓળખ છતી થશે?

701
SHARE
કચ્છના દરગાહ તોડફોડ પ્રકરણના પડઘા છેક ગાંધીનગર સુધી પડયા છે.વહીવટીતંત્ર એ અનશન આંદોલન ના સમાપન કરાવતી વખતે મુસ્લિમ સમાજને આપેલી ખાત્રી નું પાલન કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. દરગાહ તોડફોડ પ્રકરણમાં ATS ને સામેલ કરીને તંત્ર એ મુસ્લિમ સમાજની પ્રથમ માંગ સંતોષી છે. તે સાથે જ દરગાહ તોડફોડ પ્રકરણમાં હવે રાજયસ્તરની ૨ પોલીસ એજન્સીઓ CID ક્રાઈમ ની સાથે હવે ATS જોડાઈ છે. જોકે, આ પહેલા પશ્ચિમ કચ્છ ની SOG,LCB પોલીસ આ મામલા ની તપાસ કરી ચુકી છે.ઉપરાંત SIT ની રચના પણ થઈ છે.

હવે શું ? કચ્છના મુસ્લિમ સમાજ માં ચર્ચા…

એક પીઆઇ અને ચાર પોલીસ સાથેની એટીએસ ની ટીમ દરગાહ તોડફોડ પ્રકરણની તપાસ કરવા અમદાવાદ થી કચ્છ આવી છે,એ અહેવાલો ના પગલે કચ્છના મુસ્લિમ સમાજ માં તપાસ અંગે ઉત્તેજના અને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ન્યુઝ4કચ્છ ને મળેલી માહિતી પ્રમાણે ATSની ટીમે સ્થાનિકે LCB અને SOG ને સાથે રાખીને રૂબરૂ દરગાહો ની મુલાકાત લીધી હતી.જોકે, આ પહેલા CID ક્રાઈમ અને ATS દ્વારા મોબાઈલ કોલ ની માહિતી ના ડેટા CDR મેળવીને તપાસ શરૂ કરી દેવાઈ હતી.પરંતુ, ATS ની રૂબરૂ સ્થળ તપાસને પગલે આ મામલા ની તપાસમાં ગરમાટો આવી ગયો છે. જોકે,હવે સવાલ આરોપીઓ વિશેની ચર્ચાનો છે.કારણકે, મુસ્લિમ સમાજ દ્વારા ૧૫૦ જેટલા શકમંદો ના નામ આપીને તેમના મોબાઈલ કોલ ના ડેટા રેકોર્ડસ (CDR) ની તપાસની માંગ કરાઈ છે. જેમાં ભાજપના આગેવાનો ના નામ પણ છે.હવે, પ્રશ્ન આરોપીઓની ઓળખનો છે, અને ચર્ચાનો મુદ્દો પણ એજ છે કે,મુસ્લિમ સમાજે આપેલા શકમંદોની યાદી પૈકી કોઈનું નામ આમાં નીકળે છે ખરું? અને બીજી બાજુ  જીજ્ઞેશ મેવાણીની ચકકાજામ તેમજ મુસ્લિમ સમાજની ભુજ થી ગાંધીનગર સુધીની કૂચ ની ચીમકીને પગલે જ્યારે સરકાર પણ આ આખા મામલાને ગંભીરતાથી લઇ રહી છે,ત્યારે હવે એ જોવું રહ્યું કે ગુનેગારોનું પગેરું ATS કઈ રીતે શોધે છે?