Home Current ભુજના ભાનુશાલી નગર વિસ્તારમાં જીપ દુકાનમાં ઘુસી ગઈ : 12 વર્ષીય બાળકનું...

ભુજના ભાનુશાલી નગર વિસ્તારમાં જીપ દુકાનમાં ઘુસી ગઈ : 12 વર્ષીય બાળકનું કૃત્ય

5294
SHARE
ભુજના ધમધમતા એવા ભાનુશાલી નગર વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલ નજીક  એક 12 વર્ષના કિશોરે માર્શલ જીપ ચાલુ કરીને ચલાવવા જતાં દોડવા મંડેલી જીપ પુરપાટ ઝડપે એક દુકાનમાં ઘુસી ગઈ હતી. સદનશીબે જાનિહાની થઈ નહોતી  આજે ભાનુશાલી નગરના રોડ પર ઉભેલી GJ – 2K 7903 નંબરની માર્શલ જીપમાં  બેઠેલા 12 વર્ષના બાળકે જીપને શેલ મારી દેતા ગિયરમાં પડેલી જીપ દોડવા લાગી હતી  ગભરાઈ ગયેલા બાળકે લીવર દબાવતા દોડવા મંડેલી જીપ ત્યાં આવેલી ચટકાસ નામની  દુકાન સહિતવાહનોને  હડફેટે લેતી Boxo Burger નામની દુકાનમાં ઘુસી ગઈ હતી આ સમયે  દુકાનના કાઉન્ટર પર બેઠેલા દુકાન માલિક સહિત અન્ય લોકો પુરપાટ ધસી આવતી જીપને જોઈ દૂર ખસી ગયા હતા પરંતુ અચાનક દુકાનમાં ઘુસી આવેલી જીપ અથડાતા દુકાનમાં કાઉન્ટર સહિત સારું એવું નુકશાન થયું હતું આ ઘટનાને પગલે લોકો એકઠા
થઈ ગયા હતા સ્તબ્ધ બની ગયેલા દુકાન માલિકે પોલીસને ફોન કરીને જાણ કરી છે  આ વાહન કોનું છે? બાળક કોણ છે ? એ પોલીસ તપાસ બાદ જાણી શકાશે.
આજે ભુજના ભાનુશાળી નગરમાં જે રીતે બેકાબુ જીપ બનતા વાહનોને અડફેટે લીધા હતા તેમ ગઇકાલે અંજારના સત્તાપર નજીક એક બેકાબુ ટ્રેલરે આવોજ અકસ્માત સર્જયો હતો અને ટ્રેલર પર કાબુ ગુમાવી સાતથી વધુ બાઇક કાર આને એક ટ્રક સહિત થાંભલા પણ પાડ્યા પાડ્યા હતા જેમા તપાસ બાદ સામે આવ્યુ હતુ કે ચાલક નશાયુક્ત હાલતમાં હોવાથી આ બનાવ બનવા પામ્યો હતો ત્યારે આજે ભુજમાં એક સગીરની ભુલથી અકસ્માત સર્જાયો હતો જો કે બન્ને બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી