Home Social શુ ભુજની જનરલ હોસ્પિટલનુ પાણી પીવાલાયક છે? આરોગ્ય વિભાગ કરશે તપાસ?

શુ ભુજની જનરલ હોસ્પિટલનુ પાણી પીવાલાયક છે? આરોગ્ય વિભાગ કરશે તપાસ?

1279
SHARE
જો તમે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં જાઓ અને પાણી પીતા હો તો ચેતી જજો આ પાણી તમારા માટે બિમારી નોતરી શકે છે. પ્રાથમીક જરૂરીયાતથી લઇ સારી આરોગ્ય સુવિદ્યા ન મળવાના મુદ્દે હમેંશા ભુજની અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલ ચર્ચામાં રહેતી હોય છે. દર્દીઓ સાથે દુરવ્યવહાર હોય કે પછી સામાન્ય દવાઓ લેવા માટે પણ દર્દીઓને બહાર જવાનો ધક્કો પડતો હોય.આવી ફરીયાદ અનેકવાર ઉઠી છે. અને તેનો સ્વીકાર પણ અદાણી મેનેજમેન્ટે કર્યો છે. ત્યારે હવે હોસ્પિટલમાંજ દર્દીઓને દુષીત પાણી પીવુ પડતુ હોય તેવી બાબત સામે આવી છે. અદાણી સંચાલીત હોસ્પિટલમાં અલગઅલગ અનેક જગ્યાએ પીવાના પાણી માટે કુલર રાખવામાં આવ્યા છે. પરંતુ સફાઇના અભાવે કુલરમાં જીવાત પડી ગઇ છે. અને લોકો તે પાણી નાછુટકે પી રહ્યા છે. જાગૃત નાગરીકોએ આ અંગે ફરીયાદ પણ કરી પરંતુ સફાઇ ન થઇ તે નજ થઇ.  જો દર્દીઓને શુધ્ધ પાણી પીવુ હોય તો 3 માળ ઉતરીને ગ્રાઉન્ડફ્લોર સુધી પાણી પીવા માટે આવવુ પડે છે. નહી તો જીવાત વાળુ પાણી પીવાનો વારો દર્દીઓને આવે છે. જે બીમારીનુ કારણ પણ બની શકે છે.

હોસ્પિટલ સત્તાધીસો સંપર્કવિહોણા આરોગ્ય વિભાગે કહ્યુ તપાસ કરીશુ 

આ અંગે જ્યારે અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટનો સંપર્ક કરાયો ત્યારે કોઇ જવાબદારોએ ફોન ઉપાડ્યો ન હતો પરંતુ આ અંગે જ્યારે કચ્છ આરોગ્ય વિભાગના મુખ્ય આરોગ્ય અધિકારી પંકજકુમાર પાંડેનો સંપર્ક કરાયો તો આવી કોઇ ફરીયાદ ન મળી હોવાનુ તેમને જણાવ્યુ હતુ પરંતુ આ મામલે તેઓ સ્થળ પર તપાસ કરાવશે તેમ જણાવ્યુ હતુ.
અદાણી સંચાલિત હોસ્પિટલમાં આમતો એવો કોઇ વિભાગ નથી કે જેની સામે ફરીયાદ ઉઠી ન હોય પરંતુ જે સ્થળ પર દર્દીઓ સાજા થવા આવે છે. ત્યાજ બિમારીનુ ઘર છે. આ પહેલા પણ આરોગ્ય વિભાગે તપાસ કરતા હોસ્પિટલમાંજ મેલેરીયાના બ્રિડ હોસ્પિટલમાંથી મળી આવ્યા હતા. જે મુદ્દે આરોગ્ય વિભાગે સફાઇ સહિતના મુદ્દે અદાણી સામે કાર્યવાહી કરી હતી. ત્યારે હવે જોવુ રહ્યુ ખરેખર આરોગ્યની ચિંતા કરી આરોગ્ય વિભાગ ત્યા તપાસ કરે છે?