ભુજ એલ.સી.બીએ નારાણપરના બુટલેગરને તડીપાર કર્યો
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે નારાણપરના કુખ્યાત બુટલેગર સુમાર જુમા જતને 6 મહિના માટે મેજીસ્ટ્રેટના હુકમથી તડીપાર કર્યો છે. બુટલેગર સુમાર જુમા જતને કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાંથી હદપાર કરાયો છે. આજે તેની અટકાયત બાદ તેની સામે એલ.સી.બી હદપારીની કાર્યવાહી કરશે.
ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ નજીક ખુલ્લા પ્લોટમાં આગ
ભુજના જ્યુબેલી સર્કલ નજીક આજે એક ખુલ્લા પ્લોટમાં પડેલા કચરામાં આગ લાગતા અફરતાફરીનો માહોલ સર્જાયો હતો.અને આસપાસના લોકો ઘરઅને કચેરીની બહાર દોડી આવ્યા હતા. જો કે સદ્દનશીબે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ જાહેર રસ્તા નજીકના ખુલ્લા પ્લોટમાં લાગેલી આગથી સર્કલ નજીક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જો કે ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
દહિસરા નજીક અકસ્માતમા માલધારીનુ મોત
બુધવારે રાત્રે દહિસરા ગોડપર નજીક સર્જાયેલા એક અકસ્માતમાં અજાણ્યા વાહને 10 નિર્દોષ ઘેટાં બકરા સહિત તેને લઇ જતા એક માલધારીને અડફેટે લેતા તેનુ મોત નીપજ્યુ છે. જો કે અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો છે. ઘટનામાં સાકરાભાઇ ભોજાભાઇ રબારીનુ મોત થયુ છે. ઘટના સંદર્ભે માનકુવા પોલિસે વધુ તપાસ શરૂ કરી છે.
આડેસરમાં રેતીની લીઝ બાબતે સામેસામી ફરીયાદ
રાપર તાલુકામા આડેસર ગામની રેતીની લીઝના મુદ્દે તાલુકા પંચાયતના કોગ્રેસી સભ્યો અને લીઝ ધારકનો ડખ્ખો પોલિસ મથકે પહોચ્યો છે. પલાસવા બેઠક પરથી ચુંટાયેલા તાલુકા પંચાયતના કોગ્રેસી સભ્ય લખમણ નારાણ સોંલકીએ ખનીજ ચોરીના વિરોધ સાથે વિસા ગોહિલ સામે ધાકધમકીની ફરીયાદ નોંધાવી હતી. ત્યાર હવે પોલિસ કાર્યવાહી બાદ વિસા ગોહિલે લખમણ સોંલકી સામે ધાકધમકી કર્યાની ફરીયાદ નોંધાવી છે. જે મામલે પોલિસે હવે તપાસ શરૂ કરી છે.
ચાડવા રખાલમાં યુવકે ઝેરી દવા પીધી : માધાપરમા યુવતીએ એસીડ ગટગટાવ્યુ
ભુજના ચાડવા રખાલ નજીક સીદ્દકભાઇ જુમાના ભેંસના વાડામાં પશુઓ ચરાવતી વખતે મુળ નખત્રાણાના ભનુભા જાડેજાએ ભુલથી પાકમાં નાંખવાની દવા પી જતા તેને સારવાર માટે ભુજ ખસેડાયો છે. તો બીજી એક ઘટનામાં માધાપર નવાવાસમાં રહેતી મનિષા રાહુલ ચારણ નામની પરિણીત મહિલાએ એસીડ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. જો કે યુવતીએ આપઘાત કરવાના ઇરાદે કે ભુલથી એસીડ પીધુ તે અંગે હાલ તપાસ ચાલુ છે. બન્ને ઘટનામાં હાલ યુવક અને યુવતીની તબીયત સ્થિર છે. અને પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.