લખપતના આરોગ્યની જરુરીયાત પુર્ણ કરતી દયાપર ની મુખ્ય સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી કાયમી ડોક્ટરની જગ્યા ન ભરાતા અનેક રજુઆતો અને માંગણી પણ ન સંતોષાતા લખપત તાલુકા પંચાયતના શાસક કોગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો અનશન પર ઉતર્યા હતા અને ધારાસભ્ય સહિતના આગેવાનોએ ટેકો જાહેર કરી લડતને બળ આપ્યુ હતુ જો કે આજે અબડાસાના ધારાસભ્યએ કરેલી રજુઆત બાદ નિતાબેન જોષી સહિતના આગેવાનોને ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ 15 દિવસમા ડોક્ટરની નિમણુંકનો મુદ્દો ઉકેલવાની ખાતરી આપતા 4 દિવસ બાદ અનશનનો અંત થયો છે આજે ધારાસભ્ય સહિતના આગેવાનોએ અનશન કરતા કોગ્રેસી પ્રમુખ અને સભ્યોને પારણા કરાવ્યા હતા આરોગ્ય વિભાગે આગામી 15 દિવસમા કાયમી ડોક્ટરની નિમણુંકનો મુદ્દો ઉકેલી આપવાનુ આશ્ર્વાસન આપતા હાલ લડતનો અંત આવ્યો છે જો કે 15 દિવસમા મુદ્દો નહી ઉકેલાય તો ફરી લડત ચાલુ કરાશે તેવુ કોગ્રેસી આગેવાનોએ જણાવ્યુ છે..