Home Current ભીમાસર, બાબા સાહેબની પ્રતિમાના અપમાન મામલે પોલિસે આપી ઝડપી કાર્યવાહીની ખાતરી :...

ભીમાસર, બાબા સાહેબની પ્રતિમાના અપમાન મામલે પોલિસે આપી ઝડપી કાર્યવાહીની ખાતરી : સમાજે શાંતી જાળવી : સી.સી.ટી.વી બનશે મહત્વની કડી

1787
SHARE
અંજાર તાલુકાના ભીમાસર ગામે આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર અસામાજીક તત્વોએ જુતાનો હાર પહેરાવતા સમગ્ર કચ્છમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એક સમયે સમાજે જ્યા સુધી પોલિસ તપાસની યોગ્ય ખાતરી ન મળે ત્યા સુધી હાર ન ઉતારી વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા સમાજે શાંતી જાળવવાના નિર્ણય સાથે હાર ઉતારી ફરી સન્માનપુર્વક પ્રતિમાને મુળ સ્થિતીમાં લાવી હતી. એક સમયે ઘટનાને પગલે ભીમાસર સહિત અંજાર તાલુકાના દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ભીમાસર પહોચ્યા હતા. તો પોલિસનો મોટો કાફલો પણ ભીમાસર પહોચ્યો હતો સમાજના આગેવાનો પોલિસ અને ભીમાસર ગામના આગેવાનો વચ્ચે ચર્ચા થયા બાદ પોલિસે યોગ્ય કાર્યાવાહી કરી ટુંક સમયમાં આરોપીને પકડવાની ખાતરી આપતા હાલ પુરતો વિરોધ શાંત થયો છે. જો કે ઘટનાને લઇને ન માત્ર ભીમાસર કે અંજાર પરંતુ સમગ્ર કચ્છમાં સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાનુ આગેવાનોએ જણાવ્યુ હતુ.
સી.સી.ટી.વી મળત્વની કડી સાબિત થશે
અંજાર તાલુકાનુ ભીમાસર ગામ કચ્છના હાઇટેક ગામ પૈકીનુ એક છે. અને ગામની આજ ટેકનોલોજી સંવેદનશીલ અને સમાજની લાગણી સાથે જોડાયેલા કેસમાં પોલિસ માટે મહત્વની કડી સાબિત થશે કેમકે ગામમાં મહત્વના તમામ સ્થળો ઉપરાંત પંચાયતમાં પણ સી.સી.ટી.વી કેમેરાની બાઝ નજર છે. અને હાલ પોલિસે તેના આધારે પ્રાથમીક તપાસ શરૂ કરી છે. જેથી ટુંક સમયમાં આરોપી પકડાઇ જશે તેવુ પુર્વ કચ્છ ડી.વાય.એસ.પી.એ જણાવ્યુ હતુ.