Home Social તંત્ર અને આગેવાનો જાગો : સોશીયલ મીડિયા વોરથી તંગ બની રહ્યો...

તંત્ર અને આગેવાનો જાગો : સોશીયલ મીડિયા વોરથી તંગ બની રહ્યો છે કચ્છનો માહોલ

2734
SHARE
હજુ થોડા સમય પહેલાજ માંડવીમાં એક  યુવકે પોતાનો એક વિડીયો સોશીયલ મીડીયામા વાયરલ કર્યો હતો અને હિન્દુ સંગઠન સહિત ક્ષત્રિય સમાજ વિષે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને તેનો પ્રતિજવાબ પણ સોશીયલ મીડીયામા વાયરલ થયો હતો. અને હિન્દુ સંગઠન સહિતના લોકોએ એ યુવાનને શોધી તેના પાસે માફી મંગાવી હતી ત્યાર બાદ તેનો જવાબ આપતા હોય તેમ શુક્રવારે માંડવીમાં હિન્દુ યુવા સંગઠનનના રઘુવીરસિંહની ઓફીસ પર મુસ્લિમ સમાજનુ ટોળુ પહોંચી ગયુ હતુ. જોકે આ ઘટનાની જાણ થતા પોલિસ તાત્કાલીક ઘટના સ્થળે ધસી ગઇ હતી. અને મામલો ગંભીર બને એ પહેલા પરિસ્થિતીને કાબુમાં મેળવી સુરક્ષામાં વધારો કર્યો હતો.

પોલિસની નજર નથી સોશીયલ મીડિયા પર ?

પોલિસે બન્ને પક્ષે આ મામલે ભવિષ્યને ધ્યાને રાખી કાર્યવાહી કરી હોત તો આજે આ સ્થિતી ઉભી ન થઇ હોત ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે  સમગ્ર કચ્છના કેટલાક સોશીયલ મીડીયાના ગ્રુપોમાં જે વિડીયો અને ખુલ્લી ધમકીઓનો વોર ચાલી રહ્યો છે  તે શું પોલિસ સુધી નથી પહોંચ્યો? અને જો પહોચ્યો હોય તો શા માટે પોલિસ કોઇ એકશન લેવા માટે તૈયાર નથી?   શુ કચ્છના સાઇબર સેલની નજર આવી ગતિવીધીઓ પર નથી?  અને જો છે  તો પછી પોલિસ શા માટે આવા મામલામા કોઇ એકશન લેતી નથી?  તાજેતરમાંજ આજ સોશીયલ મીડીયામાં ઘસાતા શબ્દોના ઉપયોગ થકી વીડીયો વાયરલ થયા બાદ વરલીના એક યુવાનનો ભોગ લેવાયો હતો અને તેની બેરહેમી પુર્વક ષડયંત્ર રચી હત્યા કરી દેવામા આવી તો બે ચોક્કસ જુથ્થો વચ્ચે પણ એકમેકને સોશીયલ મીડીયા મારફતે અપાતી ધમકીનો દોર પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જે મામલે હજુ સુધી કોઇ કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો નથી. જ્યારે કોઇ અનિચ્છનીય ઘટના બને છે. ત્યારે પોલિસ અને તંત્ર એવા મેસેજ વહેતા કરે છે. કે દરેક સોશીયલ મીડિયા પર તેમની નજર છે. પરંતુ કાર્યવાહી થતી નથી  કેમકે કચ્છમાં લાંબા સમયથી ફેસબુક વોટ્સઅપ જેવા સોશીયલ માધ્યમમાં સાયબર વોર ચાલી રહ્યા છે  પરંતુ તે બાબતે કાર્યવાહી અને તેના સુખદ પરિણામ અંગેના સમાચારો અત્યાર સુધી સામે આવ્યા નથી  જે કચ્છમા કાયદો વ્યવસ્થા અને કચ્છની કોમી શાંતી માટે  જોખમી છે. 

સમાજના કહેવાતા આગેવાનો શુ આ ઘટનાઓના પક્ષમાં છે?

કચ્છમાં લાંબા સમયથી ભુજ,માંડવી અને અંજાર વિસ્તારમાં આવી ઘટનાઓ અને તેના પ્રત્યાઘાતો અને ધમકીઓનો દોર ચાલુ છે. પરંતુ આ મામલે કાયમી શાંતી સ્થપાય તે માટે અત્યાર સુધી કોઇ સામે આવ્યુ નથી. ત્યારે ઇચ્છનીય એ છે. કે કોઇ પક્ષ કે સમાજ કે જ્ઞાતીને બાજુએ રાખી કચ્છની શાંતીના હિતમાં પોલિસની મદદથી સમાજના આગેવાનોએ આવા મામલાનો અંત લાવાવાની જરૂર છે. નહીતર આવા ભડાકાઉ સંવાદો ક્યારેક કોઇકના મોતનુ કારણ બનશે અને ત્યારે માત્ર સંવેદનાના શબ્દો સિવાય કોઇ જવાબ કોઇ પાસે નહી હોય  સામાજીક આગેવાનોએ આ મામલે મધ્યસ્થિ માટે આગળ આવવાની જરૂર છે. તે પછી કોઇ પણ સમાજ,જ્ઞાતી કે ધર્મના હોય.