કચ્છના માંડવીમાં વર્ષ 2013માં એક 14 વર્ષની સગીરાને નિકાહ કરવાની લાલચે રફીક ઉર્ફે રફલો જામનગરી લઇ ગયો હતો અને ત્યાર બાદ અલગ-અલગ વાડીમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ એક મકાન રાખી ત્યા પણ સગીરા સાથે આ યુવકે વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો આજે ભુજ કોર્ટમાં આ કેસ ચાલી જતા ભુજ કોર્ટે તેને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સમગ્ર મામલો કંઇક એવો હતો કે 29-09-2013ના મુસ્લિમ સગીરાને તેમનાજ સમુદાયના એક શખ્સે નિકાહ કરવાની લાલચ આપી રાત્રે પોતાની સાથે લઇ ગયો હતો અને ત્યાર બાદ અવારનવાર તેની સાથે અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજારતો રહ્યો જે મામલે પોલિસ ફરીયાદ બાદ આજે ભુજ કોર્ટમાં કેસ ચાલી જતા ભુજ સ્પેશીયલ પોસ્કો કોર્ટના જજ એલ.જી.ચુડાસમા એ બળાત્કારી રફીક જામનગરીને 10 વર્ષની કેદ અને 19,000 રૂપીયાનો દંડ ફટકાર્યો હતો સ્પેશીયલ સરકારી વકિલ તરીકે કલ્પેશ ગોસ્વામીએ દલિલો સાથે 14 સાહેદો દસ્તાવેજી પુરાવા અને એફ.એસ.એલ રીપોર્ટ સહિતના મજબુત પુરવા સાથે કોર્ટમાં દલિલો કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી આઇ.પી.સી.ની કલમ 363,366,376,377, અને પોસ્કો એક્ટની કલમ 4,5(L)/6 મુજબ તકસીરવાન ઠેરવી તેને સજા ફટકારી હતી.
રફીકે તો હેવાનીયતની હદ વટાવી
સગીરાના અપહરણ સમયે રફીકની ઉંમર 19 વર્ષ હતી સગીરાના અપહરણ બાદ તે તેની સાથે બળાત્કાર તો ગુજારતો રહ્યો પરંતુ જ્યારે સગીરા માસીક ધર્મમાં હતી ત્યારે રફીકે તેની સાથે અવારનાવર સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય પણ આચર્યુ હતુ. જેની પણ ગંભીરતા લઇ કોર્ટે વિવિધ સાહેદોની જુબાની મેડીકલ રીપોર્ટ અને પુરાવાને ધ્યાને રાખી આ સજા ફટકારી હતી. તો મેડીકલ તપાસણીમાં પણ તેની સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય થયાનુ સાબિત થયુ હતુ.