ભુજ એલ.સી.બીએ ભચરક વિસ્તારમાં સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપ્યા
આમતો કચ્છમાં કરોડોના હારજીતનો સટ્ટો રમાય છે તે વચ્ચે જુજ કેસોજ આ વખતે સટ્ટાબેટીંગના સામે આવ્યા છે. ત્યારે આઇ.પી.એલ પર સટ્ટા રમાડતા બે શખ્સોને ભુજ એલ.સી.બીએ બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આ બન્ને શખ્સો જય એન્ટપ્રાઇઝ નામની દુકાનમાં સટ્ટો રમાડતા હતા ત્યારેજ એલ.સી.બીએ તારીખે 09-05-2018ના રેડ કરતા રાજેશ મોહનલાલ ભાનુશાળી અને જગદીશ લાલજી ભાનુશાળીને 46,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બે શખ્સોની તપાસમા અનેકના નામ ખુલી શકે તેમ છે. જે બાબતે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધી પોલિસે આગળની તપાસ શરૂ કરી છે.
ભુજના પાલારા નજીક આડાસંબધની શંકાએ હબાયના યુવાનનો હત્યારો ઝડપાયો
ભુજની પાલારા જેલ નજીક 8 તારીખે રાત્રે કોટાયના જયદીપ મનજીભાઇ ગરવાની હત્યા કરવાના ગુન્હામાં અંતે પોલિસે હત્યા કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. હત્યા કરનાર સમસુલ આરેફીન ઓસમાણ સમાની પોલિસે હત્યાના ગુન્હામાં ધરપકડ કરી છે. સમસુલ અને મહમંદ ઓસમાણ સમાની બહેન સાથે મૃતક જયદિપને આડાસંબધો હોવાનો વહેમ રાખી 8 તારીખે મૃતકનુ અપહરણ કરી મંહમદ અને સમસુલ તથા અન્ય સાગરીતો સાથે મળી તેની હત્યા કરી હતી. જે બાબતે ફરીયાદ નોંધાયા બાદ પોલિસે આ મામલે સમસુલ આરેફીન ઓસમાણ સમાની ધરપકડ કરી છે. આરોપીએ મહમંદ સહિતના સાગરીતો સાથે તેની હત્યાની કબુલાત કરી છે. આજે ભુજ કોર્ટમાં તેને રજુ કરી પોલિસે તેના પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. અને રીમાન્ડ દરમ્યાન કઇ રીતે તેઓએ હત્યાને અંજામ આપ્યો અને કોણે કોણે હત્યામા મદદ કરી તે સહિતની તપાસ પોલિસ હાથ ધરશે.
ગળપાદર નજીક થયેલી મારામારીના કેસમાં 8 આરોપીને 7 વર્ષની કેદ
છોકરાઓ વચ્ચે ક્રિકેટ રમવા જેવી બાબતે 6 જુન 2008ના થયેલી મારામારીના એક દાયકા જુના કેસમાં ગાંધીધામ કોર્ટે 8 શખ્સોને 7 વર્ષ કેદની સજા ફટકારી છે. 6 જુનના આ હિંસક ધીંગાણુ ગળપાદર રાજવી રીસોર્ટ નજીક થયુ હતુ જેમા પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ મામલે પોલિસે 307 હિંસક હુમલા સહિત રાયોટીંગની ફરીયાદ નોંધ્યા બાદ આજે આ કેસ ગાંધીધામ કોર્ટમા ચાલી જતા 38 દસ્તાવેજી પુરાવા અને 29 સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી કોર્ટે 8 આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમા આજે કેસચાલ્યો હતો જેમાં ધારાશાસ્ત્રી હિતેષી ગઢવીની દલિલો ગ્રાહ્ય રાખી કોર્ટે આ સજા ફટકારી હતી.
ગાંધીધામના ક્રિમ એરીયામાં બંધ ઘરના તાળા તોડી તસ્કરો તીજોરી ઉઠાવી ગયા
ગાંધીધામના સેક્ટર 7 વિસ્તારમા એક બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો 8.11 લાખના દાગીના અને રોકડ ભરેલ તીજોરી ઉઠાવી ગયાનો મામલો પ્રકાશમા આવ્યો છે ચંદ્રભાણસિંગ ઇન્દ્રસિંહ ક્ષત્રિય તેમના પરિવાર સાથે 12 દિવસ માટે ફરવા ગયા હતા. પરંતુ પડોશમા રહેતા તેમના મિત્રએ તેને ફોન કરી જાણ કરતા તેઓ પરત ફર્યા હતા અને તપાસ કરતા તસ્કરો લાખો રૂપીયા રોકડ અને દાગીના ભરેલ આખી તીજોરી જ ઉઠાવી ફરાર થઇ ગયા હોવાનુ સામે આવ્યુ હતુ. આ બાબતે બી.ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે અને પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નખત્રાણામાં ગાડી રીપેરનું કામ કરનાર ગેરજ સંચાલકને પડ્યો માર
નખત્રાણા ટાઉન ચોકી નજીક ગેરેજ ધરાવતા નારાયણ મોહનભાઇ પાંચાણીની ગેરજ પર 4 જેટલા શખ્સો ગાડી રીપેરીંગ કામ માટે આવ્યા હતા. જો કે નારાયણ ભાઇએ અન્ય કામ હોવાથી વાહન રીપેરીંગ માટે ના પાડતા ઉશ્કેરાઇ જઇ હઠુભા દેવુભા જાડેજા, મહાવિરસિંહ બહાદુરસિંહ સોઢા, અનોપસિંહ વાઘેલા તથા એક અજાણ્યા શખ્સોએ તેને હથિયાર વડે માર માર્યો હતો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી જે મામલે નારાયણભાઇે નખત્રાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે. અને પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘાતક હથિયારો સાથે થયેલા હુમલામા ગેરજ સંચાલકને અસ્થીભંગ સહિતની ઇજાઓ પહોંચી છે.
નારાયણ સરોવર પોલિસની દેશી દારૂના ભઠ્ઠા પર તવાઇ આરોપી ફરાર
લખપત તાલુકાના બાલાપર ગામની સિમમાં નારાયણ સરોવર પોલિસે આજે સપાટો બોલાવ્યો હતો. પોલિસને બાતમી હતી કે આ વિસ્તારના કુખ્યાત દેશી દારૂના ધંધાર્થીઓ સિમ વિસ્તારમા દેશી દારૂના ભઠ્ઠા ચલાવી રહ્યા છે. જે આધારે આજે પોલિસે સીમ વિસ્તારમા રેડ કરી હતી. જો કે મોકાનો ફાયદો લઇ આરોપી નાસી જવામા સફળ રહ્યા હતા. પરંતુ પોલિસે 3 દેશી દારૂના ભઠ્ઠા પર રેડ કરી સાધનો જપ્ત કર્યા છે. આમતો દેશી દારૂના અડ્ડા ઠેરેઠર ચાલી રહ્યા છે. પરંતુ જ્યા મહત્વના તીર્થસ્થળો આવેલા છે. તે વિસ્તારમાં ચાલતા અડ્ડાઓ પર પોલિસની આ કાર્યવાહી આવકારદાયક છે.