Home Social મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય બેંગલોરમાં મળ્યા શ્રી શ્રી રવિશંકરને જાણો શા માટે?

મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય બેંગલોરમાં મળ્યા શ્રી શ્રી રવિશંકરને જાણો શા માટે?

1615
SHARE
કચ્છ ગુજરાત અને સમગ્ર ભારત સહિત વિશ્ર્વમાં પણ જેઓ સેવાકીય કાર્યો કરી માનવસેવાનુ ઝરણુ વહાવી રહ્યા છે. તેવા મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પૂરૂષોત્તમ પ્રીયદાસજીએ બેંગલોરમાં આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત કરી હતી. સમગ્ર વિશ્ર્વમાં માનવ શાંતી માટે આમતો મણીનગર સંસ્થાન દ્વારા અનેક પ્રયત્નો કરાયા છે. ત્યારે વૈદીક સંસ્કૃતિ માટે સહિયારા પ્રયત્નો કરી કઇ રીતે ભારતીય સંસ્કૃતિને વધુ મજબુત બનાવવા સાથે વિશ્ર્વ શાંતી માટે કઇ રીતે સાથે કામ થઇ શકે તે માટે આ મુલાકાતમાં ચર્ચા થઇ હતી. હાલ વિશ્ર્વશાંતી માટે કર્ણાટક સહિતના રાજ્યોમાં મણીનગર ગાદી સંસ્થાનના સંતો વિચરણ કરી રહ્યા છે. ત્યારે આ વિચરણ દરમ્યાન તેઓ બેંગલોર સ્થિત શ્રી શ્રી રવિશંકરના આશ્રમ ખાતે તેઓને મળ્યા હતા. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમની આ મુલાકાતમાં ભગવતપ્રીય સ્વામી સહિતનું સંત મંડળ પણ જોડાયુ હતુ. તો વિશ્ર્વ શાંતીની સાથે વૈદીક સંસ્કૃતિના ઉત્થાન માટે કઇ રીતે સાથે રહી કામ થઇ શકે તે અંગે ચર્ચા થઇ હતી. હાલમાંજ શ્રી શ્રી તમામ સંતો મહંતો સાથે રહી રામમંદિર વિવાદ ઉકેલના મુદ્દે ચર્ચામાં રહ્યા હતા. ત્યારે હવે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા આગામી દિવસોમાં શ્રી શ્રી અને મણીનગરની સંસ્થા સહયારા પ્રયાસો કરશે અને તેના માટે આ બેઠક સુચક છે.