Home Social હવે ઓસ્ટ્રેલિયાના પર્થમા પણ ગુંજશે જય સ્વામીનારાયણનો જયઘોષ

હવે ઓસ્ટ્રેલિયાના પર્થમા પણ ગુંજશે જય સ્વામીનારાયણનો જયઘોષ

2207
SHARE
મણીનગર ગાદી સંસ્થાન દ્વારા આમતો ગુજરાત ભારત જ નહી વિશ્ર્વના ખુણેખુણે વસ્તા ભારતીયો માટે મંદિરોનુ નિર્માણ થયુ છે જેથી વિદેશમાં પણ ધર્મ અને ભક્તિથી લોકો જોડાયેલા રહે. ત્યારે 18 કરોડ ના ખર્ચે હવે ઓસ્ટ્રેલિયાના પર્થમાં મણિનગર ગાદી સંસ્થાને નુતન મંદિરનુ નિર્માણ કરીને આચાર્ય પૂરૂષોત્તમપ્રિય દાસજીના હસ્તે ખુલ્લુ મુકયું હતુ જેમા વિશ્ર્વભરમાંથી હરીભક્તો અને સંતો જોડાયા હતા તો ઓસ્ટ્રેલિયા પર્થમા પ્રથમવાર મંદિર બનાવવા સાથે તેના ઉદ્દધાટન પ્રસંગે વૃક્ષારોપણ સહિત દિવ્યાંગ બાળકોના લાભાર્થે ચેરીટી પણ મંદિર તરફથી કરાઇ હતી.

ધર્મ અને સેવાનો આ કાર્યક્રમ બન્યો ખાસ

ઓસ્ટ્રેલિયાના પર્થમા 18 કરોડ રૂપીયાના ખર્ચ મંદિરનુ નિર્માણ કરાયુ છે જેને આજે હજારો જનમેદની વચ્ચે ખુલ્લુ મુકાયું હતુ જેમા આચાર્ય સ્વામી સાથે ભગવતપ્રીય દાસજી બેઝવોટર સીટીના મેયર મિ.ડન બુલ અને ડેપ્યુટી મેયર મિ.ક્રિસ કોર્નિસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મંદિર દ્વારા એમ્બેટન શાળાના દિવ્યાંગ બાળકો માટે કરેલી મદદને આવકારી આભાર માન્યો હતો તો વૃક્ષારોપણ સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશો પણ આપ્યો હતો જો કે મણીનગર ગાદી સંસ્થાન સહિતની સંસ્થાના વિદેશમાં ઘણા મંદિરો આવેલા છે તેમા હવે ઓસ્ટ્રેલિયાના પર્થનો ઉમેરો થયો છે અને હવે ત્યા ભારતીયો સહિત વિદેશીઓ ભાવ સાથે બોલાવશે જય શ્રી સ્વામિનારાયણ નો જયઘોષ.