Home Social કચ્છની જુની પેઢીના આગેવાન ગાભુ શેઠનું નિધન

કચ્છની જુની પેઢીના આગેવાન ગાભુ શેઠનું નિધન

1277
SHARE
કચ્છમાં વર્ષો જુની જાણીતી માંડવી અને ભુજની વ્યાપારી પેઢી જીવરાજ પૂંજા એન્ડ કંપનીના ગાભુ શેઠ ઉર્ફે ખીમજી જીવરાજ પૂંજાનું આજે દુઃખદ નિધન થયું છે. ૮૯ વર્ષના ગાભુ શેઠે તેમના વતન ડુમરા (અબડાસા) મધ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ જાણીતા રોટેરિયન અને જૈન સોશ્યલ ગ્રુપના ઇન્ટરનેશનલ ડાયરેકટર જયેશ શાહ (પેટ્રોલપંપવાળા, ભુજ) સુનિલ શાહ અને બીજલ શાહના પિતા હતા. ગાભુ શેઠ તરીકે જૈન અને ઇતર સમાજમાં કચ્છ અને મુંબઇમાં જાણીતા ખીમજી જીવરાજ પૂંજા વર્ષો પહેલાં છાડબેટના સત્યાગ્રહમાં ભાગ લઈ ચુક્યા હતા. દેશના જૂની પેઢીના રાજકીય આગેવાનો જ્યોર્જ ફર્નાન્ડિઝ, લાડલી મોહન, મધુ લિમયે, તારકેશ્વરી સિંહા સાથે તેમનો ઘરોબો હતો. કવિઓ જૈન સમાજમાં તેઓ છ દાયકા પહેલાં BSC એગ્રી કલ્ચરનો અભ્યાસ કરનારા ઉચ્ચ શિક્ષિત હતા. માંડવી અને અબડાસામાં તેઓ વર્ષો પહેલા રાજકીય ક્ષેત્રે સક્રિય હતા. જોકે હમણાં ઘણા વર્ષોથી તેઓ નિવૃત જીવન ગાળતા હતા. તેમના દુઃખદ નિધન થી કવિઓ જૈન સમાજમા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વર્ગસ્થ ગાભુ શેઠ-ખીમજી જીવરાજ પૂંજાના અવસાન બાદ તેમના પરિવારજનો દ્વારા તેમના પાર્થિવદેહ નું દેહદાન કરાયેલ છે એવું તેમના પુત્ર જયેશ શાહે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું.