Home Crime સામખિયાળી પોલીસ હુમલામાં ૧૦ ઝડપાયા-એક મહિલા અને બુટલેગર સહિત ૨૦ ફરાર

સામખિયાળી પોલીસ હુમલામાં ૧૦ ઝડપાયા-એક મહિલા અને બુટલેગર સહિત ૨૦ ફરાર

2029
SHARE
સમગ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર સર્જનાર સામખિયાળી પોલીસ ટુકડી ઉપર હુમલો કરવાની ચકચારી ઘટનામાં પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. સામખિયાળી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.ડી. જાલરીયાએ ન્યૂઝ4કચ્છ ને આપેલી માહીતી મુજબ પોલીસ ટીમ ઉપર હુમલો કરનારા આરોપીઓ પૈકી પોલીસે અત્યાર સુધી ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. દેશી દારૂના કુખ્યાત બુટલેગર અને મોરબી કચ્છ એ બે જિલ્લા માંથી તડીપાર થયેલા માવજી મોતી કોળીને પકડનાર પોલીસ ટીમ ઉપર હુમલો કરીને ૩૦ લોકોનુ ટોળું બુટલેગર માવજી મોતી કોળીને છોડાવીને લઈ ગયું હતું. આ ઘટનાએ ફરી એકવાર પૂર્વ કચ્છ અને ખાસ કરીને વાગડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સામે અને પોલીસની ધાક સામે સવાલો ખડા કર્યા છે. જોકે, ખાખી વરદીની લાજને બચાવવા પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે જે ૧૦ આરોપીઓને પકડ્યા છે તેમાં બુટલેગર માવજીની દીકરી રેખા માવજી કોળી, ભાઈ રમેશ મોતી કોળી ઉપરાંત અન્ય આરોપીઓ જગદીશ ગેલા કોળી, રમેશ હમીર કોળી, ભુપત દેશર કોળી, દયા માતા કોળી,કમાં ધના કોળી, નારાણ સાદુર કોળી,ગોવિંદ કચરા કોળી, મયુર ગેલા કોળી છે, પણ હજીયે ૨૦ આરોપીઓ ફરાર છે જેમાં મુખ્ય સૂત્રધાર બુટલેગર માવજી મોતી કોળી ઉપરાંત તેની પત્ની નવલબેન, પુત્રી રેખાબેન ની સાથે અન્ય મળીને કુલ ૨૦ આરોપીઓ હજી’યે ફરાર છે પોલીસે બુટલેગર માવજી કોલીની ધરપકડ કરી ત્યારે પત્ની નવલબેન અને પુત્રી રેખાબેન કોળીએ બુમાબુમ કરીને ટોળું એકઠું કરી પોલીસ ઉપર હુમલો કરીને બુટલેગર માવજીને છોડાવી ગયા હતા.