Home Social કોડકીની શાળામાં દલિત બાળકોને પ્રવેશ ન મળવા મુદ્દે તપાસમાં શુ આવ્યુ સામે?

કોડકીની શાળામાં દલિત બાળકોને પ્રવેશ ન મળવા મુદ્દે તપાસમાં શુ આવ્યુ સામે?

1655
SHARE
ભુજ તાલુકાના કોડકી ગામની ખાનગી ટ્રસ્ટની લેવા પટેલ લાલજી લક્ષ્મણ હિરાણી વિદ્યામંદિરમાં બે દલિત બાળકોને પ્રવેશ ન આપવાના મુદ્દે ઉભા થયેલા વિવાદ પછી હવે શિક્ષણ વિભાગે કરેલી તપાસ પુર્ણ થઇ છે. અને હવે બાળકોને શિશુમંદિરમાં પ્રવેશ મળશે જો કે શિક્ષણ વિભાગે કરેલી તપાસમાં બાળકને જાતી આધારીત પ્રવેશ ન મળ્યો હોવાનુ સામે આવ્યું છે બે દિવસ પહેલા ઉભા થયેલા વિવાદ પછી શુક્રવારે આ અંગે જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને શનિવારે પાંચ સભ્યોની તપાસ કમીટી અને ખુદ પ્રાથમીક અને માધ્યમીક શિક્ષણ અધિકારી તપાસ અર્થે ગયા હતા. અને તપાસ કરી હતી જેના અહેવાલ બાદ સામે આવ્યુ છે કે બાળકો નાની ઉંમરના હોવાથી ધોરણ-01મા તેમને પ્રવેશ મળ્યો ન હતો અને શાળામાં પ્રવેશ માટેની કોઇ અરજી પણ પરિવાર તરફથી ન કરાઇ હોવાનુ શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતુ. સંપુર્ણ અહેવાલ બાદ હવે શીશુમંદિરમાં બન્ને બાળકોને પ્રવેશ માટે ટ્રસ્ટે સહમતી દર્શાવી હતી.

શુ કર્યુ શિક્ષણ વિભાગે તપાસ દરમ્યાન ?

મુદ્દો અને વિવાદ એ ઉભો થયો હતો કે બાળકો દલિત હોવાથી તેમને પ્રવેશ મળ્યો ન હતો અને ટ્રસ્ટ માત્ર પટેલ સમાજના બાળકોને જ પ્રવેશ આપે છે. પરંતુ આ મામલે શાળા સંચાલકો ગામના સરપંચ સહિતના આગેવાનોની પુછપરછ અને નિવેદન લેવાયા હતા જેમાં પટેલ સમાજ સાથે અન્ય સમાજના બાળકો પણ અભ્યાસ કરતા હોવાનુ સામે આવ્યુ છે. સાથે શાળા સંચાલકોએ એવો કોઇ ઠરાવ ન કર્યો હોવાનુ પણ તપાસમાં ખુલ્યુ છે. તો સરપંચે પણ જ્ઞાતી આધારીત શાળામા પ્રવેશ ન અપાતો હોવાની વાતને પણ સમર્થન આપ્યુ ન હતુ. તેવુ જીલ્લા શિક્ષણ અધિકારીએ જણાવવા સાથે બક્ષીપંચ સમાજના બાળકો પણ અભ્યાસ કરતા હોવાનુ જણાવી શાળાને યોગ્ય સુચનો કરાયા છે.

જ્ઞાતી આધારીત પ્રવેશબંધી નહી પરંતુ શાળામાં દલિત બાળકોનો પ્રવેશ શુન્ય 

ચોક્કસ શિક્ષણ વિભાગની તપાસમાં ભલે એ ચિત્ર સામે આવ્યુ હોય કે દલિત બાળકોને શાળામાં પ્રવેશ આપવાની વાત પાયા વિહોણી છે. પરંતુ એક એ પણ હકિકત સામે આવી છે કે અત્યાર સુધી કોઇ દલિત બાળકોના પરિવારે આ શાળામા પ્રવેશ માટે પ્રયત્ન કર્યા નથી. આમ છેલ્લા 10 વર્ષમાં શાળામાં દલિત બાળકોના પ્રવેશની સંખ્યા શુન્ય છે જો કે શિક્ષણ વિભાગે તાકીદે બે બાળકોના પ્રવેશ સાથે આર.ટી.ઇ મુજબ પાલન માટે સ્કુલને સુચનો કર્યા છે.