કચ્છના સુપ્રસિધ યાત્રાધામ નારાયણ સરોવર જાગીરના વર્તમાન ગાદીપતીનુ આજે 55 વર્ષે હ્દયરોગના હુમલાથી નિધન થયુ છે..જેના સમાચારથી તેમના અનુયાયીઓમાં ભારે શોક ફેલાયો છે. ગઇકાલે યાત્રાએથી પરત ફર્યા બાદ આજે તેમને બપોરના સમયે હદયરોગનો હુમલો આવ્યો હતો જે જીવલેણ સાબિત થયો હતો. 30 વર્ષ પહેલા સંસારી જીવનનો ત્યાગ કરી બ્રહ્મચારી આંનદલાલજી મહારાજે તેમના ગુરૂ મધુસુદન લાલજી મહારાજ પાસે દિશાગ્રહણ કરી હતી. કચ્છ ઉપરાંત દેશ દેશાવરમાં તેમના અનુયાયીઓ છે. તેમના દેહાંતની જાણ થતા જ મોટી સંખ્યામા સ્થાનીક ભક્તો તેમના દર્શન માટે ઉમટ્યા હતા. લખપત માંડવી અને ભુજ સહિત સમગ્ર કચ્છમાં આંનદલાલજી મહારાજનો બહોળો અનુયાયી વર્ગ છે.આંનદલાલજી મહારાજ ગુરૂ મધુસુદન લાલજી મહારાજના નિધનથી સમગ્ર વિસ્તારમા શોક ફેલાયો છે નારાયણ સરોવરમાં તેમના નિધન સાથે તમામ ગ્રામજનોએ પાંખી પાડવા સાથે વેપાર ધંધા બંધ રાખ્યા હતા તો કોટેશ્ર્વર જાગીરના મહંત દિનેશગીરી બાપુએ પણ શોકની લાગણી વ્યક્ત કરી.હતી તો એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો આવતીકાલે કચ્છના સાધુ સંતો સહિત મોટી સંખ્યામા અનુયાયીઓ તેમની અંતિમવીધીમા જોડાશે તો બોર્ડર પર તૈનાત બોર્ડર સીક્યુરીટી ફોર્સના જવાનો પણ તેમના અંતિમ દર્શન માટે પહોચ્યા હતા.
આવતીકાલે રવિવારે સવારે નારાયણ સરોવર ખાતેના કોટેશ્વર મધ્યે આવેલા સ્મશાન ગૃહે તેમની અંતીમક્રિયા હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ કરાશે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો તેમના દર્શન માટે ઉમટશે ગૌ સેવા સાથે નારાયણ સરોવર ધાર્મીક સ્થળને વિકસાવવા માટે આંનદ લાલજી મહારાજે ખુબ પ્રયત્નો કર્યા હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર કચ્છ સહિત દેશમાં વસતા તેમના અનુયાયીઓમાં શોક ફેલાયો છે.