ભારત સરકારે લીધેલા એક નિર્ણયના સમગ્ર ભારતના જીવદયા પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અને આજે વિરોધની આગ ભુજમાં પણ જોવા મળી હતી. જીવદયા પ્રેમી જૈન સમાજે રેલી રૂપે સરકાર આ નિર્ણયને બદલે તે માટે વડાપ્રધાનને સંબધતો પત્ર કેલકટરને સુપ્રત કર્યો હતો. માંસની નિકાસ ઘટાડવાના ઉદ્દેશ સાથે સરકારે જીવતા પશુઓની નિકાસનો નિર્ણય કર્યો છે. જે અતર્ગત એક લાખ પશુઓની નિકાસ ભારતથી શારજહા થશે ત્યારે સમગ્ર ભારતમાં જૈન સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. ત્યારે આજે ભુજમાં પણ જૈન સમાજે બાઇક રેલી સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા. અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો વડાપ્રધાનને સંબોધતા પત્રમાં જૈન સમાજે નારજગી સાથે કહેવાતી પશુપ્રેમી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો સમસ્ત જૈન યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. તો કલેકટર કચેરી સામે સુત્રોચાર પણ કરાયા હતા.