ગાંધીધામ પાલિકામાં પણ સમિતીઓની વરણી પહેલા આંતરીક જુથ્થવાદ ચરમસીમાએ શાસકપક્ષના નામે લેટરથી ખળભળાટ

    1146
    SHARE
    ભાજપ ભલે આંતરીક જુથ્થવાદની વાત હમેંશા નક્કારતો હોય પરંતુ હવે ભાજપમાં પણ જાણે કોગ્રેસની જેમ જૂથવાદ ખુલીને આવી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે એમા નવાઇ જેવુ નથી કેમકે પહેલા જે બંધબારણે થતુ તે હવે ખુલ્લી ને થઇ રહ્યુ છે. અને તેના તાજેતરનુ જ એક ઉદાહરણ એટલે કે ભુજ પાલિકાના કારોબારી ચેરમેન સહિતની સમિતીની વરણી જે થયુ તે સૌ કોઇ જાણે છે. જો કે ગાંધીધામમાં પણ ચેરમેન અને સમિતીની વરણી પહેલા વાયરલ થયેલા એક લેટરથી હડકંપ મચી ગયો છે. અને આંતરીક જુથ્થવાદ આ લેટર પાછળ સામેલ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. જો કે જેમના નામે ભાજપના ભષ્ટ્રાચાર અને કારોબારી ચેરમેન બદલવાનો પત્ર ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના મહામંત્રીને લખાયો છે. તેવા ચંદન જૈને આ પત્ર ન લખ્યો હોવાનુ આધારભુત સુત્રોએ જણાવ્યુ છે. અને આ મામલે તેઓ પોલિસમાં ફરીયાદ કરશે તેવુ પણ આધારભુત સુત્રો જણાવી રહ્યા છે. ગાંધીધામ ભાજપના પ્રમુખ દિપક પારખે પણ આ પત્ર નકલી હોવાનું જણાવીને પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

    ચંદન જૈનના નામે કોના પર સધાયુ નિશાન? કોને કરી ફરીયાદ?

    પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાને સંબોધીને લખાયેલા આ પત્રમાં ખુલ્લેઆમ લખાયુ છે. કે ગાંધીધામ વોર્ડ નંબર-07ના નારીભાઇ પરીયાણીના પુત્ર કમલેશ પરીયાણીનો દિવસે દિવસે ત્રાસ વધતો જાય છે. કારોબારી ચેરમેનના દાવેદાર પરમાનંદ ક્રિપલાણીનુ નામ જ્યારે ચર્ચામાં છે ત્યારે અત્યારથી કોન્ટ્રાક્ટર પાસેથી ફોન પર ટકાવારી ઉઘરાવવા માટે નક્કી થઇ રહ્યુ છે. અને ધાકધમકી આપી વોર્ડના અન્ય કાઉન્સીલરોને ખોટી રીતે હેરાન કરે છે. જો કે ફરીયાદ સાથે અંતમાં પાર્ટીની ઇમેજને ધ્યાને રાખી કારોબારી ચેરમેનના નામ પર ફેર વીચારણા કરવા પણ અનુરોધ લેટરમાં કરાયો છે. ટુંકમાં લેટર પરથી સ્પષ્ટ થાય છે. કે કારોબારી ચેરમેનની રેસમાં રહેલા પરમાનંદ ક્રિપલાણીનુ પત્તુ કાપવા માટે આ લેટર વાયરલ કરાયો છે. જો કે લેટર જેના નામે લખાયો છે. તેણેે આ લેટર પોતે ન લખ્યો હોવાનો દાવો કર્યો છે.
    ભુજ પાલિકામાં ભરતરાણાનુ નામ સામે આવતા જ નિમાબેનનો વિરોધી જુથ્થ ખુલીને વિરોધ સાથે બળવાની તૈયારી કરી તે હજુ માંડ સમ્યુ છે. ત્યા હવે ગાંધીધામ પાલિકામાં શાસકપક્ષના નામે લેટર સાથે સંભવીત કારોબારી ચેરમેનનુ પત્તુ કાપવા માટે પ્રયત્ન થઇ રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે હવે મામલો પોલિસ ચોપડે ચડે તેવી સંભાવના છે. તો બીજી તરફ મામલો ભાજપના મોવડીઓ સુધી પણ પહોચ્યો છે. તેથી હવે કચ્છ ભાજપની દોરવણી હેઠળ આ મામલો ઉકેલાવાની દિશામા પ્રયત્નો બંધ બારણે થશે પરંતુ હાલ આ લેટરથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.