Home Social જાણો લંડનની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમર્સમા શા માટે થયા હનુમાનચાલીસા ના પાઠ?

જાણો લંડનની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમર્સમા શા માટે થયા હનુમાનચાલીસા ના પાઠ?

1073
SHARE
વાત ભલે લંડનની છે,પણ ન્યૂઝ4કચ્છ ની આ વાત માં ભારતીયતાની સોડમ છે, હિન્દુ સંસ્કૃતિ નુ ગૌરવ છે અને કચ્છીયતની મહેક છે. બ્રિટનના મહારાણી દ્વારા મળેલા આમંત્રણને પગલે ૨૦ જેટલા હિન્દુ સંતો લંડનની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમર્સના મહેમાન બન્યા હતા. આ સંતો મા આપણા કચ્છના યુવા કથાકાર ધ્રુવકુમાર મહેશભાઈ ભટ્ટ પણ હતા.

શું હતો આ આખોયે કાર્યક્રમ અને શા માટે થયા હનુમાનચાલીસા ના પાઠ?

લંડનથી પરત ભુજ ફરેલા ઓમ સંસ્કારધામના ધ્રુવકુમાર ભટ્ટ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, લંડન ના અંગ્રેજ, નિગ્રો અને ભારતીય સમાજ સહિત અન્ય લોકો મા હિન્દુ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરનાર શ્રી રાજરાજેશ્વર ગુરુજીના આમંત્રણ થી ૨૦ ભારતીય સંતો ૨૧ જુન વિશ્વ યોગ દિવસે હાઉસ ઓફ કોમર્સના મહેમાન બન્યા હતા. ધ્રુવકુમાર કહે છે કે શ્રી રાજરાજેશ્વર ગુરુજી હેરો લંડનમાં સિદ્ધાશ્રમના સ્થાપક છે અને આધ્યાત્મિક ગુરુ તરીકે બ્રિટનમાં આદરપાત્ર સ્થાન ધરાવતા ધાર્મિક સંત છે. વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને ભારતીય સંતોએ ગોરા અધિકારીઓ ઉપરાંત ઉપસ્થિત ૨૦૦ જેટલા આમંત્રિત મહેમાનોની વચ્ચે યોગ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી. સનાતન ધર્મભૂષણ શ્રી રાજરાજેશ્વરજી એ હનુમાનચાલીસા ના પાઠ સાથે સૌને યોગ કરાવ્યા તે સમયે બ્રિટિશ પાર્લામેન્ટ નુ હાઉસ ઓફ કોમર્સ હનુમાન ચાલીસાના નાદ થી ગુંજી ઉઠ્યું હતું. આમ વિશ્વ યોગ દિવસ લંડનની પાર્લામેન્ટમાં હનુમાનચાલીસા માટે નિમિત્ત બન્યો હતો.આ કાર્યક્રમ મા શિવયોગી બાબા શિવાનંદજી ના સુપુત્ર ઇશાનજી અને ભુજના યુવા કથાકાર ધ્રુવકુમાર ભટ્ટે અંગ્રેજી મા પ્રવચન કરતા હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને યોગ વિશેની માહિતી આપી હતી. અન્ય ભારતીય સંતો મા સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના સંતો, કથાકાર દેવી નેહાજી-નિધિજી, (અલીગઢ) ઉપરાંત ભજન સમ્રાટ હેમંત ચૌહાણ, સરગમ ક્લબ ના ગુણવંતભાઈ ડેલાવાળા ઉપસ્થિતિ રહ્યા હતા. બ્રિટનના મહારાણી ના ખાસ પ્રતિનિધિ તરીકે સાઈમન ઓવેન્સ, ભારતીય અને ગુજરાતી લોકો જ્યાં સૌથી વધુ રહે છે તેવા હેરો ઇસ્ટ લંડનના બોબ બ્લેકમેને ભારતીય સંતો નુ સન્માન કર્યું હતું.

કચ્છનું ગૌરવ

કચ્છ માટે ગૌરવની વાત એ છે કે, લંડન ના હાઉસ ઓફ કોમર્સમાં ભુજના યુવા કથાકાર ધ્રુવકુમાર ભટ્ટને આધ્યાત્મ ક્ષેત્રે કલ્યાણકારી યોગદાન માટે “ધર્મભૂષણ” નો એવોર્ડ અર્પણ કરાયો હતો. દેશ વિદેશમાં અત્યાર સુધી ૬૨ કથાઓ કરનાર અને કચ્છના પ્રથમ જ કથાકાર તરીકે પાર્લામેન્ટ ના હાઉસ ઓફ કોમર્સમાં આટલું પ્રતિષ્ઠાભર્યું સન્માન મેળવનાર ધ્રુવકુમાર ભટ્ટે પોતાના સન્માન બદલ બ્રિટનના આધ્યાત્મિક સંત શ્રી રાજરાજેશ્વરજી તરફ આભારની લાગણી વ્યક્ત કરી હતી, તેમ જ પોતાના પિતાજી ૐ સંસ્કારધામ ભુજના અધ્યક્ષ મહેશભાઈ ભટ્ટ ને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.