Home Current સ્મૃતિ ઈરાનીએ નિરોણા ગામને શા માટે લીધું દત્તક ?

સ્મૃતિ ઈરાનીએ નિરોણા ગામને શા માટે લીધું દત્તક ?

3251
SHARE
કેન્દ્ર સરકાર દ્વારા ” મોડેલ વિલેજ ” યોજના અંતર્ગત વડાપ્રધાન સહિત સાંસદો દ્વારા દેશના વિવિધ વિસ્તારોના ગામડાઓને દત્તક લઈ સુવિધા સભર અને  આધુનિક બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે સરહદી કચ્છ જિલ્લામાં પણ કચ્છના સાંસદ દ્વારા દત્તક લેવાયેલા ગામ બાદ હવે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ કચ્છના હસ્તકલા સભર નિરોણા ગામને દત્તક લેવાની જાહેરાત કરી છે સ્મૃતિ ઈરાની દ્વારા અગાઉ રાજ્યના બે ગામો દક્ષિણ ગુજરાતના ઉદવાડા અને આણંદ જિલ્લાના માગરોલને દત્તક લઈ સાત થી આઠ કરોડના ખર્ચે વિકસાવવાનું આયોજન કર્યું હતું 2014 અને 2017 માં લેવાયેલા આ બન્ને ગામો બાદ હવે આ વર્ષે કચ્છના નિરોણા ગામને 1 કરોડના ખર્ચે વિકસાવાશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની આ પસંદગી વિશે વાત કરતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નિરોણા ગામે આદર્શ ગ્રામ યોજના તળે આ કાર્યનું ખાતે મુહર્ત કરશે  “સાંસદ આદર્શ ગ્રામ યોજના” હેઠળ હાથ ધરાનારા કાર્ય પૂર્વે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિરોણા ગામે બેઠક યોજીને ગ્રામજનોને આ યોજના વિશે અવગત કર્યા હતા અને સાથે સાથે નિરોણામાં જોઈતી સુવિધા અને હસ્તકલાને લગતી માહિતી તેમજ કારીગરોના મંતવ્યો જાણ્યા હતા આ અવસરે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રવાસનના વેગ બાદ હસ્તકલા ક્ષેત્રે નિરોણા ગામ વિશ્વસ્તરે વધુ ચમક્યું છે અને કેન્દ્રીય કાપડ મંત્રી  સ્મૃતિબેન પણ હસ્તકલા અને કારીગરો પ્રત્યે વધુ પ્રભાવિત બન્યા છે ત્યારે આ કલા વારસાને વધુ ઉજાગર કરવાના ઉદેશ્ય સાથે આ ગામની પસંદગી તેમણે કરી છે આ ગામના વિકાસથી કચ્છની એવી વારસાગત પરંપરા સમી અનોખી રોગાન કળા, ખરકી કળા,ચર્મ કળા, વણાટ કળા,અને લાખ કામની કળા જળવાઈ રહેશે અને તેને વધુ વેગ મળશે.
આગામી સપ્તાહે યોજનારા કાર્યક્રમની વિગતો આપતા સાંસદે જણાવ્યું હતું કે 1 કરોડના ખર્ચે નિરોણા ગામને વિવિધ સુવિધાઓ સાથે ગ્રામજનોની જરૂરિયાત મુજબ વિકસાવવાના મંતવ્યો કેન્દ્રીય મંત્રીને અપાશે અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ” મોડેલ વિલેજ ” અંતર્ગત નિરોણા ગામને દત્તક લઇ ખાતમહૂર્ત કરશે.