ભારે વરસાદને કારણે આજે મંગળવારે મુંબઈ જતી કચ્છની ટ્રેનો અધવચ્ચે અટવાઈ ગઈ છે. મુંબઈ બાંદ્રા અને દાદર જતી ટ્રેનો નાલસોપારા રેલવે સ્ટેશને ભરાયેલા પાણીને કારણે વિરાર થી આગળ વધી શકે તેવી પરિસ્થિતિ નથી. ન્યૂઝ4કચ્છ ને પ્રવાસીઓ દ્વારા મળેલી છેલ્લી માહિતી અનુસાર સુપરફાસ્ટ એ.સી. એક્સપ્રેસ વિરાર અટકાવી દેવાઈ છે. જ્યારે કચ્છ એક્સપ્રેસમાં પ્રવાસ કરતા ભુજના વ્યાપારી રાજેશભાઇ સંઘોઈના જણાવ્યા પ્રમાણે ૯ વાગ્યાથી વલસાડ પાસે ના અમલસાડ સ્ટેશને અટકાવી દેવાઇ છે. જે હવે ઘોલવડ(દહાણું) સુધી જ જશે એવી જાહેરાત બપોરે ૧૨ વાગ્યે કરાઈ છે. જ્યારે કચ્છ પ્રવાસી સંઘની યાદી પ્રમાણે સાયજીનાગરી ટ્રેન વલસાડ સુધી જ જશે. પરત ભુજ માટે સયાજી આજે મંગળવારે વલસાડ થી સાંજે 5.55 વાગ્યે જ્યારે કચ્છ એક્સપ્રેસ ઘોલવાડથી આજે રાત્રે 7.55 વાગ્યે ઉપડશે.
પ્રવાસીઓ મદદ માટે સંપર્ક કરે
વરસાદ ને કારણે કચ્છ તેમજ અન્ય ટ્રેનો લેટ તેમજ અધ્વચે ઉભી રહી ગઈ છે અને તેમાં સેંકડો પ્રવાસીઓ અટવાયા છે તેમની મદદે વલસાડ, પાલઘર અને વિરારની કચ્છી સામાજિક સંસ્થાઓ તેમ જ સામાજિક કાર્યકરો આવ્યા છે. તો જે પણ પ્રવાસીઓ અથવા તેમના પરિવારજનો ચિંતિત હોય અને કોઈને કાઈ પણ મદદ ની જરૂરત હોય તો તેમને આ મિત્રોનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.
*વિરાર
શ્રી વિરાર ક. વિ. ઓ. સેવા સમાજ
તરુણ વોરા : 09764121002
જગદીશ શાહ :09822796933(VIRAR)
* પાલઘર:
Jugal pasad :09322087930
Bhavin Haria :09322086408
*વલસાડ :
Prakash Gala :09898557466
મુંબઇ અને કચ્છ વચ્ચેનો રેલવે વ્યવહાર પુનઃ કયારે નિયમિત થશે એ વિશે હાલના તબક્કે પશ્ચિમ રેલવે દ્વારા કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી.
નીચે આપેલ પશ્ચિમ રેલવે ના ફોન નંબર પર સંપર્ક કરી તમામ વિગતો મેળવી શકો છો.
*પશ્ચિમ રેલવે હેલ્પલાઇન નંબર*
Andheri: 022676 30054
Churchgate: 02267622540
Borivali: 02267634053
Mumbai Central: 02267644257