કચ્છમા ગાંડા બાવળમાંથી ગેરકાયદેસર કોલસાનો કાળો કારોબાર એ કોઇ નવી વાત નથી પરંતુ આવીજ બાતમીના આધારે આજે પશ્ર્ચિમ કચ્છ SOG એ ભુજમાંથી એક ટ્રકમાં લઇ જવાતા 200 બોરી કોલસાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. ભુજ SOG ને બાતમી મળી હતી. કે ભુજના એરપોર્ટ રોડ નજીકથી એક ટ્રક ગેરકાયદેસર કોલસાના જથ્થા સાથે પસાર થઇ રહી છે. જે આધારે વોચ ગોઠવી ટ્રક પસાર થતા તેના ચાલકની પુછપરછ કરી હતી જો કે તેની પાસેથી કોલસાની 40કિલોની 200 બોરીઓ અંગેના પુરાવા કે કોઇ સંતોષકારક જવાબ ન મળતા SOG એ તેની અટકાયત કરી હતી. શંકાસ્પદ ચોરાઉ કોલસાના જથ્થા સહિત 3,40000 ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક નાલેમીઠા આમદ સુમરાની પોલિસે અટકાયત કરી છે. અને વધુ તપાસ માટે વનવિભાગને સુપ્રત કરાયો છે. અને જે આધારે વનવિભાગ આ કોલસો ક્યાથી લવાયો અને કઇ જગ્યાએ બનાવ્યો તે સંદર્ભે વધુ તપાસ હાથ ધરશે.