Home Crime એક વર્ષ જુના મર્ડર કેસના આરોપીનુ સેડાતા નજીક મોત અકસ્માત કે હત્યા?...

એક વર્ષ જુના મર્ડર કેસના આરોપીનુ સેડાતા નજીક મોત અકસ્માત કે હત્યા? તપાસ શરૂ

6865
SHARE
ભુજના સેડાતા નજીક આજે બાઇક પર જઇ રહેલા બે શખ્સો સાથે કોઇ અજાણ્યા વાહન દ્વારા અકસ્માત થતા મુન્દ્રાના એક યુવાનનુ મોત થયુ છે. જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે. જો કે હાલ આ બનાવ સંદર્ભે કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ સુત્રો તરફથી મળેલી પ્રાથમીક વિગતો મુજબ મરનાર શખ્સનુ નામ મુસ્તાક રહેમતુલા કકલ છે. અને તે મુન્દ્રાના કોઠાનાકા વિસ્તારમાં રહે છે. આજથી એક વર્ષ પહેલા મુન્દ્રામાં યોજાતા બાવા ગોરના મેળામાં મરણજનાર યુવક મુસ્તાકે જુની અદાવતમાં એક યુવાનની હત્યા કરી હતી. આજે તેઓ ચાર વ્યક્તિઓ કોર્ટમા તારીખ માટે આવ્યા હતા. અને ત્યારથી પરત ફરતા હતા ત્યારે તેની બાઇકની ટક્કર કોઇ વાહન સાથે થઇ હતી. અને ત્યાર બાદ મુસ્તાકનુ આ ઘટનામા મોત થયુ હતુ જ્યારે તેની સાથે બાઇક પર સવાર વિનોદ ખીમજી ચાવડાને ઇજા પહોંચી છે. બનાવ સંદર્ભે માનકુવા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે ઇજાગ્રસ્ત વ્યક્તિએ હજુ સુધી આ મામલે કોઇ નિવેદન આપ્યુ નથી. પરંતુ પરિવારે આ મામલામાં હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરી પોલિસને તપાસ કરવા જણાવ્યુ છે. હાલ મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા છે.

શું ફરી ખુન કા બદલા ખુન કે પછી અકસ્માત?

મુસ્તાક રહેમતુલા કકલ અને ભુજના એક જુથ્થ વચ્ચે લાંબા સમયથી કોઇ વાતને લઇને મનદુખ ચાલે છે. અને તેજ મામલે બાવા ગોરના મેળામા છેલ્લા બે વર્ષથી આ બે જુથ્થો વચ્ચે મારામારીની ઘટના પણ બની રહી છે. જેમા પહેલા મુસ્તાકના ભાઇ પર જીવલેણ હુમલો કરાયો હતો અને ત્યાર બાદ ગત વર્ષે મુસ્તાક અને તેના સાગરીતોએ નદીમ નામના વ્યક્તિની મેળામા હત્યા કરી હતી જે કેસ સંદર્ભે જ આજે મુસ્તાક સહિત અન્ય ચાર જણા કોર્ટમાં આવ્યા હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે પરંતુ જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે કોઇ અજાણ્યા શખ્સ અને વાહને તેની બાઇકને ટક્કર મારતા તેનુ મોત થયુ હતુ. જો કે હોસ્પિટલ દોડી આવેલા તેના પરિજન અને સમાજના આગેવાનોએ આ ઘટનામાં હત્યાની આંશકા વ્યક્ત કરી છે. અને જે યુવાનનુ મુસ્તાકે ખુન કર્યુ હતુ તે જુથ્થે તેની હત્યા કરી હોવાનુ તેઓએ પોલિસને જણાવ્યુ છે. જેથી પોલિસે તેના પી.એમ સહિત બનાવની તપાસ શરૂ કરી છે. તો પરિવારે માથામાં અકસ્માત સિવાયની ઇજાઓ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. હાલ માનકુવા પોલિસની બે ટીમ આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે હાલ અકસ્માત કે હત્યા સદંર્ભે પોલિસ ચોપડે કઇ પણ નોંધ થઇ નથી. તેવુ માનકુવા પી.આઇ શ્રીચંપાવતે જણાવ્યુ હતુ.
સમગ્ર ઘટનાક્રમ ચોક્કસ ક્યાક આ મામલામાં અકસ્માત સિવાય પણ કઇ બન્યુ હોવા તરફ ઇશારા કરે છે. તો પરિવાર પણ અકસ્માત નહી પરંતુ સુનીયોજીત કાવત્રા દ્વારા મુસ્તાકની હત્યા જુની અદાવતમાં થઇ હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. તે વચ્ચે પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે. કે શુ ખરેખર મેળામાં થયેલી હત્યાના પ્રતિશોધમાં મુસ્તાકની ઠંકા કલેજે હત્યા કરાઇ કે પછી અજાણ્યા વાહન સાથે તેની બાઇકનો અકસ્માત જ થયો છે.