Home Current જેન્તી ભાનુશાલીના દુષ્કર્મ કેસ અંગે મુખ્યમંત્રીએ કર્યું નિવેદન : રુદ્રાણી માં પાસે...

જેન્તી ભાનુશાલીના દુષ્કર્મ કેસ અંગે મુખ્યમંત્રીએ કર્યું નિવેદન : રુદ્રાણી માં પાસે શું માંગ્યું ?

3306
SHARE
રાજ્યના ૬૯ મા વનમહોત્સવ નો કચ્છથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. રાજ્યના ૧૮ રક્ષકવન પૈકી સૌથી મોટા રક્ષક વન ને ખુલ્લું મુક્ત શ્રી રૂપાણીએ રુદ્રાણીને પ્રવાસનધામ તરીકે વિકસાવવાનો કોલ આપ્યો હતો. જમીન ઉપરનો જંગલ સિવાયનો વૃક્ષોનો વિસ્તાર દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં વધુ છે એવું કહેતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરિયાની અંદર ચેરીયાનું વાવેતર પણ પહેલા કરતા વધીને ૪૨૭ ચોકીમી માંથી ૧૧૪૦ ચોકીમી થયો છે. પર્યાવરણ જાળવીને કચ્છના રણ વિસ્તારને આગળ વધતું અટકાવવામાં ભાજપ સરકાર સફળ રહી છે અને કચ્છમા ૫ લાખ ૬૩ હજાર હેકટરમાં વનનો વિસ્તાર કરાયો છે.હવે, પાણી ના વવસ્થાપન માટે સ્વાવલંબી બનવા તરફ ગુજરાતનું આયોજન છે. એટલે જોડીયા જામનગરની જેમ જ કચ્છમા સરકાર દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠુ બનાવવા માટે ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપશે. કચ્છ માટે આ માટેની કામગીરી સોંપાઈ ગઈ છે. સરકાર રાજ્યના ૬ સમુદ્ર કાંઠા ઉપર ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરશે. નાની મોટી ૯૭ નદીઓ જીવંત કરવાનો અને સુરખાબ પક્ષીને સ્ટેટ બર્ડનો દરજ્જો અપાયા ની વાત મુખ્યમંત્રી એ કરી હતી. આ પ્રસંગે માધાપરની વિરાંગના બહેનોનું સન્માન મુખ્યમંત્રી એ કર્યું હતું.

જેન્તીભાઈના દુષ્કર્મ પ્રકરણ વિશે શું કહ્યું? :  રુદ્રાણી માં પાસે શું માગ્યું?

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રુદ્રાણી માતાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે કચ્છ જિલ્લામાં વરસાદ પડે તે માટે બે હાથ જોડીને પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું કે કચ્છમાં આ વખતે વરસાદ ખેંચાયો છે ત્યારે રાજ્ય સરકાર પશુઓ માટે રાહત દરે ઘાસચારો તેમ જ પીવાનું પાણી પૃરું પાડવાની તમામ વ્યવસ્થા કરશે. તો ભાજપના નેતા જેન્તી ભાનુશાલીના બહુચર્ચિત સુરત દુષ્કર્મ કેસ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ એ પ્રથમ જ વખત નિવેદન આપ્યું હતું. સુરત કેસ અને પોલિસ તપાસ સામે થઈ રહેલા સવાલો વચ્ચે પત્રકારોના પ્રશ્ન ના જવાબ માં મુખ્યમંત્રી વિજયભાઈ એ કહ્યું હતું કે, કાયદો કાયદાનું કામ કરશે. સ્ત્રી સામેના જાતીય અત્યાચારો ના ગુના માં સરકાર સંવેદનશીલ છે. જોકે, જેન્તી ભાનુશાલી અને છબીલ પટેલ વચ્ચે ચાલતા રાજકીય યુદ્ધ , આક્ષેપો પ્રતિ આક્ષેપોના મુદ્દે પત્રકારો વધુ કંઈ પૂછે તે પહેલાં જ મુખ્યમંત્રી વિજયભાઈ પોતાના કાફલા સાથે રવાના થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ ગણપતસિંહ વસાવા, રમણભાઈ પાટકર, વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ જેન્તીભાઈના દુષ્કર્મ પ્રકરણ તેમજ આયોજન અંગે મીડિયાને આપેલો પ્રતિભાવ જોવા ન્યૂઝ4કચ્છની વિડીઓ લિંક પર ક્લિક કરો