Home Crime ભચાઉમાં જુગારધામની બાતમીએ દરોડો પરંતુ ઝડપાયા માત્ર પાંચ 

ભચાઉમાં જુગારધામની બાતમીએ દરોડો પરંતુ ઝડપાયા માત્ર પાંચ 

1564
SHARE
કચ્છમાં શ્રાવણ માસનો જુગાર પુરબહાર ખીલેલો છે અને રોજ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી જુગારીઓ ઝડપાઇ રહ્યા છે. ત્યારે જુગારધામ માટે પંકાયેલા ભચાઉ વિસ્તારમા આવીજ બાતમીના આધારે પોલિસે દરોડો તો પાડ્યો પરંતુ ઝડપાયા માત્ર પાંચ ભચાઉ પોલિસ મથકના મહિલા પી.એસ.આઇ આર.જે.સીસોદીયાની ફરીયાદના આધારે પોલિસે ભચાઉના લાયન્સ નગર વિસ્તારમાં આવેલી નરપતસિંહ નટુભા જાડેજાની વાડી પર દરોડો પાડ્યો હતો. જો કે પોલિસેને બાતમી ત્યાં જુગારધામ ચાલતુ હોવાની મળી હતી. પરંતુ ઝડપાયા માત્ર પાંચજ હતા નરપતસિંહ નટુભા જાડેજા અહી ખેલીઓ પાસેથી પૈસા ઉઘરાવી જુગારધામ ચલાવે છે. જે આધારે પોલિસે દરોડો પાડ્યો હતો જેમા (1)બાબુ વાલા લોંચા(2) ભુરા ખુમા પરમાર(3)દેવા મેઘા આહિર(4) મહેશકુમાર રત્તના ચૌહાણ (5)નવીન કાનજી સોની 76500ની રોકડ 14,000ના મોબાઇલ અને ટોકનની પેટ્ટી સહિત 90,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જુગારધામ અહી કેટલા સમયથી ચાલતુ હતુ અને કેટલા ખેલીઓ અહી આવતા હતા તે સંદર્ભની તપાસ ભચાઉ પોલિસે હાથ ધરી છે.