Home Current મુંદરા,માંડવી,નલિયા માં ઝરમર, અંજાર-ગાંધીધામ ૩ ઇંચ-ધીમી ધારે કચ્છમા વરસાદ ચાલુ

મુંદરા,માંડવી,નલિયા માં ઝરમર, અંજાર-ગાંધીધામ ૩ ઇંચ-ધીમી ધારે કચ્છમા વરસાદ ચાલુ

3421
SHARE
લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ કચ્છ ઉપર મહેરબાન થયેલા મેઘરાજાએ સતત બીજા દિવસે પણ હાજરી પુરાવી છે. પાણી અને ઘાસની અછત નો સામનો કરી રહેલા આપણા માદરે વતન કચ્છ માટે સારા સમાચાર એ છે કે ધીમી ધારે મેહુલિયો વરસી રહ્યો છે. જોકે, બીજા દિવસે પણ પૂર્વ કચ્છ માં મેઘરાજા વધુ મહેરબાન રહ્યા હતા. સત્તાવાર આંકડા પ્રમાણે ચાર કલાકમાં અંજાર અને ગાંધીધામ માં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે અંજાર,ગાંધીધામ ના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા છે. જ્યારે મુંદરા, માંડવી, ભુજ અને અબડાસા માં ઝરમર ઝરમર છાંટા સાથે મેઘરાજાની સવારી શરૂ થઈ છે. જોકે, અત્યારે પણ વરસાદી માહોલ છે અને આગાહી પ્રમાણે વરસાદ આવશે એવું વાતાવરણ છે. એટલે હવે કચ્છી માડુઓને આશા બંધાઈ છે કે ભલે મોડે મોડે પણ કચ્છ ઉપર મેઘરાજા મહેરબાન થશે. કચ્છમા પડી રહેલા વરસાદ ના સમાચાર જાણીને કચ્છ બહાર રહેતા કચ્છીમાડુઓ પણ હરખ અનુભવી રહ્યા છે. જિલ્લા સવારના પડેલા વરસાદ ના આંકડા આ પ્રમાણે છે.
અબડાસા 08MM
અંજાર 72MM
ભચાઉ 05MM
ભુજ 05MM
ગાંધીધામ 80MM
માંડવી 07M
મુન્દ્રા 10MM