Home Current કચ્છમાં સાર્વત્રીક વરસાદ પુર્વ કચ્છ બાદ પશ્ર્ચિમ કચ્છમાં પણ વરસાદની એન્ટ્રી 

કચ્છમાં સાર્વત્રીક વરસાદ પુર્વ કચ્છ બાદ પશ્ર્ચિમ કચ્છમાં પણ વરસાદની એન્ટ્રી 

3657
SHARE
હવામાન વિભાગે કરેલી આગાહિ મુજબ આજે રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી. વરસાદના પહેલા રાઉન્ડમાં કચ્છમાં જોઇએ તેટલો વરસાદ પડ્યો ન હતો જેને લઇને ખેડુતો પશુપાલકો અને દરેક વ્યક્તિ વરસાદને લઇને ચિંતીત હતો ત્યારે આજે રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદે એન્ટ્રી કરી હતી. હવામાન વિભાગે આગાહિ કરી છે. કે હજુ બે દિવસ સુધી કચ્છમાં સામાન્ય થી ભારે વરસાદ વરસી શકે છે. આજે સવારે ભચાઉ,અંજાર,ગાંધીધામ,રાપર આડેસર,કંડલા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો જેને લઇને ખેડુતોમાં અને આમલોકોમાં ખુશી ફેલાઇ હતી અને લોકોએ વરસાદનો ભરપુર આંનદ માણ્યો હતો. ભચાઉમાં બે ઇંચ ગાંધીધામ દોઢ ઇંચ અને અંજારમાં દોઢ ઇંચ વરસાદની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધમાકેદાર વરસાદથી લોકોમાં ખુશી ફેલાઇ છે.

પુર્વ કચ્છ બાદ પશ્ર્ચિમમાં પણ મેઘાના મંડાણ 

સવારે પુર્વ કચ્છના 4 તાલુકાઓમાં સારો વરસાદ પડવા સાથે પશ્ર્ચિમ કચ્છમાં પણ વરસાદની આશા બંધાઇ હતી. ત્યારે બપોર બાદ મુન્દ્રા,ભુજ,નખત્રાણા,દેશલપર,લખપત અને નીરોણા પટ્ટીમાં પણ ઝરમર વરસાદ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેને લઇને લોકોમાં સારા વરસાદની આશા બંધાઇ હતી. તો માધાપર અને નખત્રાણા સહિતના વિસ્તારોમાં ક્યાંક જોરદાર ઝાંપટુ વરસતા ખેડુતો અને અછતગ્રસ્ત વિસ્તારના પશુપાલકોના ચહેરા પર ખુશી દેખાઇ હતી.

ક્યાં પડ્યો કેટલો વરસાદ 

પુર્વ કચ્છના ભચાઉ,રાપર,ગાંધીધામ,અંજાર સહિતના વિસ્તારોમા સારા વરસાદ બાદ બપોર બાદ પણ વરસાદની છડી જારી છે. ત્યારે પશ્ર્ચિમ કચ્છના ભુજ,નખત્રાણા,મુન્દ્રા અને લખપત ઘડુલી રવાપરમાં વરસાદે બપોર બાદ એન્ટ્રી કરી છે. જેમાં નખત્રાણાથી લખપત અને ભુજ આસપાસના ઘણા વિસ્તારોમાં ઝાંપટાથી ધીમીધારે વરસાદ ચાલુ છે. કચ્છના અત્યાર સુધી પડેલા વરસાદના સત્તાવાર આંકડા
અંજાર-12મી.મી
ભચાઉ 57મી.મી
ભુજમાં 03મી.મી
ગાંધીધામ-32મી.મી
મુન્દ્રા-05મી.મી
રાપર-15મી.મી