અમદાવાદ સુરત,રાજકોટ,પંચમહાલ,ડાંગ સહિત ગુજરાતના મહત્વના જીલ્લાઓમા સવારથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે કચ્છમા આજ સવારથી પુર્વ કચ્છમા પણ વરસાદી માહોલ બંધાયો હતો અને તે વચ્ચે આજે આડેસર,રાપર,ભચાઉ,અંજાર,ગાંધીધામ અને કંડલા સહિતના વિસ્તારોમાં વરસાદે દસ્તક આપી હતી જેમા રાપર અને આડેસરમા પડેલા વરસાદથી રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા તો અન્યત્ર ઝાંપટા પડ્યા હતા. જેમાં બપોર બાદ અંજાર,ગાંધીધામ અને કંડલા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેને લઇને એક તરફ ખેડુતોમા નવી આશા બંધાઇ છે. તો બીજી તરફ ગરમીથી ત્રસ્ત વરસાદથી રાહ જોતા લોકોને રાહત મળી હતી. અને લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. હજુ 2 દિવસ સુધી હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે. કે કચ્છમાં પણ સારો વરસાદ વરસે, પશ્ર્ચિમ કચ્છના તમામ તાલુકાઓ કોરો રહ્યા હતા પરંતુ બપોર બાદ વરસાદ પડે તેવી શક્યતા વરસાદી માહોલે બાંધી છે. કચ્છમાં કન્ટ્રોલરૂમ તરફથી મળેલ સત્તાવાર આંકડા મુજબ આજ સવારથી ભચાઉમાં-10મી.મી અને રાપરમાં 15 મી.મી વરસાદ ખાબક્યો હતો જે હજુ પણ અવીરત છે. તો બપોર બાદ પણ વરસાદની મહેર વર્ષે તેવી સ્થિતી સર્જાઇ છે.