Home Crime રાપરની ભર બઝારમા એક યુવાનને મરાયો ઢોર માર: વાયરલ વીડીયો બાદ પોલિસ...

રાપરની ભર બઝારમા એક યુવાનને મરાયો ઢોર માર: વાયરલ વીડીયો બાદ પોલિસ એક્શનમા

6348
SHARE
કચ્છમાં ગુન્હાખોરી માટે પંકાયેલા રાપરમા કાયદો વ્યવસ્થાના લીરા ઉડવા એ આમ વાત છે. છાસવારે પોલિસના અથાગ પ્રયત્નો પછી પણ ખુલ્લે આમ લુખ્ખા તત્વો આંતક મચાવતા હોવાના બોલતા પુરાવા સામે આવે છે. ત્યારે ફરી એક વીડીયોએ કચ્છના વાગડ પંથકમા જાણે કાયદાનો ભો ન હોય તેવી પ્રતિતી કરાવતો વિડીયો આજે સોશિયલ મીડીયામા વાયરલ થયો છે. અને તે મામલે પોલિસે બે શખ્સો સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિડીયો રાપરના બસ સ્ટેશન પાછળની મુખ્ય બઝારનો છે. જ્યાં 4 શખ્સો એક શખ્સને બેલ્ટ વડે જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે. અને ટોળે વળેલા લોકો તે જોઇ રહ્યા છે. જો કે નવાઇની વાત એ છે. કે જ્યા આ ઘટના બની તેનાથી માત્ર થોડા અંતરેજ રાપર પોલિસ મથક આવેલુ છે. અને ઘટનાના મુળમાં માત્ર વેપારી દ્વારા ઉધાર ન આપવાનો મામલો છે. જો કે રાપર પોલિસે ફરીયાદ બાદ 2 શખ્સોની અટકાયત કરી છે.

જાહેરમાં કાયદાના તમાસાનો શુ છે સંપુર્ણ મામલો? 

રાપર પોલિસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે સાંજના સમયે મુળ ભીમાસર ગામના અને રાપરમા કાપડની દુકાન ધરાવતા વેપારી ચેતન રાણા મકવાણા સાંજના સમયે તેની દુકાન પર હતા ત્યારે તેની ઓળખાણનાજ બે યુવાનો ત્યાં કપડાની ખરીદી માટે આવ્યા હતા અને 1500ની ખરીદી બાદ ઉધાર રાખવાનુ કહ્યુ હતુ જો કે વેપારી ચેતન મકવાણાએ ઉધાર આપવાની ના પાડતા લાખા રાધા કોલી અને રાધા રામજી કોલી નામના બે યુવાનોએ તેને ગાળો આપી જોઇ લેવાની ધમકી આપી હતી. જે મામલે બાદમા વેપારીએ ફરીયાદ નોંધાવતા રાપર પોલિસે ગુન્હો નોંધી બે શખ્સોની આ મામલે અટકાયત કરી છે. જો કે વિડીયોમાં ચાર વ્યક્તિ એક વ્યક્તિને ઢોર માર મારતો હોવાનુ દેખાઇ રહ્યુ છે. જો કે વેપારીએ ફરીયાદ બે વ્યક્તિ સામે નોંધાવતા પોલિસે તેમની અટકાયત કરી છે.

વીડીયોનુ સત્ય શુ ?

આજે સાંજથી સોશિયલ મીડીયામા વાયરલ થયેલા આ વિડીયોમાં રાપરના એક વેપારીને 4 શખ્સો બેલ્ટ વડે માર મારતા હોવાના લખાણ સાથેનો વિડીયો ફરી રહ્યો છે. પરંતુ સંપુર્ણ ધટના અંગે રાપર પોલિસનો સંપર્ક કરાતા તેઓએ આ વિડીયો અંગે કોઇ સચોટ માહિતી ન હોવાનુ જણાવી ફરીયાદ કરનાર વેપારીને માર મારતો આ વિડીયો છે. કે પછી વેપારીના સાથીઓ દ્વારા લુખા તત્વને માર મરાય છે. તે અંગે તેઓ અજાણ હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ વેપારીની ફરીયાદના આધારે તેઓએ તપાસ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનુ જણાવ્યુ હતુ.
પોલિસ પર ફાયરીંગ હોય કે પછી બદલાની આગમાં પોલિસના નાક નિચે પરિવારની ઘાતકી હત્યાનો મામલો રાપરમાં કાયદાનો ભો નથી તે વાસ્તવિકતા છે. જો કે સમંયાતરે પોલિસ કાયદાનો પરચો આપે છે. પરંતુ આવા વિડીયો પણ સામે આવે છે. જે પોલિસને એક નવો પડકાર ફેંકે છે. જો કે જાહેરમાં માર મારવાની આ ઘટનાથી એક સમયે રાપરની બઝારમાં ભયનો માહોલ ફેલાયો હતો પરંતુ કાયદાકીય કાર્યવાહીથી કદાચ વેપારીઓને હાંશકારો થયો હશે.