દેશના પૂર્વ વડાપ્રધાન અટલજી ને કચ્છ ભાજપ દ્વારા ભાવભરી અંજલી અપાઈ હતી. ભૂકંપ બાદ તે સમયે વડાપ્રધાન તરીકે કચ્છને બેઠું કરવામાં લીધેલા મહત્વના નિર્ણયો ના કારણે જ કચ્છ આજે વિકાસશીલ બન્યું છે કચ્છે પોતાના હમદર્દ રહેલા અટલજીના દુઃખદ નિધન થી ખૂબ જ ઊંડા દુઃખની લાગણી અનુભવી છે. આજે કચ્છ ભાજપ દ્વારા આયોજીત શોકસભા માં રાજકીય જનપ્રતિનિધિઓ ની સાથે લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપ ના આગેવાનો માં જિલ્લાના પ્રથમ નાગરિક લક્ષમણસિંહ સોઢા, ભુજ ના પ્રથમ નાગરિક લતાબેન સોલંકી, રાજ્ય સરકાર ના પ્રતિનિધિ તરીકે મંત્રી વાસણભાઇ આહીર, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા સહિત પક્ષ ના સંગઠન ના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને જિલ્લા ના પ્રબુદ્ધ નાગરિકોએ સ્વર્ગીય અટલ બિહારી બાજપેયીને ભાવભરી અંજલી અર્પણ કરી હતી. શોકસભામાં કચ્છના જનપ્રતિનિધિઓએ અટલજીના કચ્છ સાથેના સંસ્મરણો વાગોળયા હતા.
અદાણી GK દ્વારા શ્રદ્ધાંજલી
ભૂકંપ બાદ તે સમયે વડાપ્રધાન તરીકે કાર્યરત અટલજીએ વડાપ્રધાન રાહત ભંડોળ માંથી કચ્છને ૧૨૫ કરોડના ખર્ચે અદ્યતન સરકારી હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. તે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે અદાણી ગેઇમ્સ દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે સીવીલ સર્જન ડો.કશ્યપ બુચ,
ડો.એન.એન.ભાદરકા (ચીફ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ – ગેઇમ્સ જી.કે.જી.એસ), ડો.ગુરુદાસ ખીલનાની (ડિન – ગેઇમ્સ), ડો.શાર્દુલ ચોરસીયા (ચીફ જનરલ એડમીન), ડો.ચિંતન શનેશ્વરા (ચીફ મેડીકલ એડમીન), ગેઇમ્સ જી.કે.જનરલ હોસ્પિટલનો સિનિયર સ્ટાફ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.