Home Current ભુજીયા ડુંગરના 40 ફુડ ઉંડા કુવામાં પડેલો જેન્તી 30 કલાક રહ્યો અંદર...

ભુજીયા ડુંગરના 40 ફુડ ઉંડા કુવામાં પડેલો જેન્તી 30 કલાક રહ્યો અંદર ફાયર વિભાગે 30 મીનીટમાં કાઢ્યો બહાર

3054
SHARE
ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા એક કુવામાં ગઇકાલે એક યુવાન ગુમ થઇ ગયા બાદ પડી ગયો હતો આજે ફાયર વિભાગને જાણ કરાઇ અને 30 કલાકથી કુવામા પડેલા યુવાનને રેસક્યુ કરી જીવતો બહાર કઢાયો…સમગ્ર ઘટના કંઈક એવી બની હતી કે સથવારા વાસમાં રહેતા જેન્તી વેલજી સથવારા નામનો યુવાન ગઇકાલે અચાનક ગુમ થયો હતો જો કે શોધખોળ બાદ ખબર પડી કે જેન્તી તો એક ઉંડા પાણી વગરના કુવામાં પડ્યો છે ઘટનાની જાણ પોલિસને થઇ અને પોલિસે ફાયર વિભાગને  જાણ કરી અને શરૂ થયુ જેન્તીને બહાર કાઢવાનુ ઓપરેશન અને તેને 30 મીનીટની જહેમત બાદ બહાર કઢાયો. જો કે બહાર નિકળ્યા બાદ તેની પુછપરછ અને સ્થાનીક પરિવારને પુછા કરતા તે ગઇકાલે 18 તારીખે સવારે 11:30 વાગ્યે આ કુવામાં ખાબક્યો હતો. પરંતુ કોઇને જાણ ન હોવાથી તેની મદદે કોઇ આવ્યુ ન હતુ. ફાયર વિભાગના સચિન પરમાર,જીગ્નેશ જેઠવા પ્રદિપ ચાવડા સુનીલ મકવાણા પીયુષ સોંલકી,પદ્યુમનસિંહ સહિતના સ્ટાફે આ કામગીરી સુપેરે પાર પાડી હતી. ફાયર વિભાગને પોલિસે જાણ કરતા 30 મીનીટમાંજ યુવાનને બહાર કાઢી તેને ભોજન પણ અપાયુ હતુ. તો આસપાસના સેવાભાવી લોકો પણ ઘટનાની જાણ થતા ત્યાં મદદ માટે પહોચ્યા હતા. જો કે લોકોના મુખે ચર્ચાતી વાતો મુજબ રાજાપાઠમાં જેન્તી કુવામાં ખાબક્યો હોવાની સંભાવના છે.