Home Crime મુન્દ્રામાં જુની અદાવતમાં થયેલી હિંસક અથડામણને મોટુ સ્વરૂપ લેતા પોલિસે અટકાવી બન્ને...

મુન્દ્રામાં જુની અદાવતમાં થયેલી હિંસક અથડામણને મોટુ સ્વરૂપ લેતા પોલિસે અટકાવી બન્ને જુથ્થે નોંધાવી ફરીયાદ 

13328
SHARE
મુન્દ્રાના ઉમીયાનગર વિસ્તારમા આજે સાંજે બે જુથ્થ ઘાતક હથિયારો સાથે સામેસામે આવી જતા એક સમયે મુન્દ્રાનો માહોલ ગરમાયો હતો અને શહેરમાં ભયનુ વાતાવરણ ફેલાયુ હતુ. જો કે પોલિસે સમયસર પહોંચી મામલો વધુ ગંભીર બને તે પહેલાજ મામલાને થાડે પાડ્યો હતો જો કે બનાવમાં બે વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચી હતી. જે મામલે પોલિસે બન્ને પક્ષની ફરીયાદ લઇ મામલાની વધુ તપાસ હાથ ધરી છે. જો કે મુન્દ્રાના સ્થાનીક સુત્રોએ આપેલી માહિતી મુજબ એક સમયે બન્ને પક્ષના લોકો હથિયારો સાથે સામેસામે આવી ગયા હતા. અને પોલિસે સમયસુચકતા ન બતાવી હોત તો બનાવ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરત બન્ને જુથ્થ વચ્ચે થયેલી મારામારીનુ કારણ આજથી ત્રણ મહિના પહેલા થયેલો ઝધડો અને તેની પોલિસ ફરીયાદ હતી અને તેજ બાબતને લઇને આજે બન્ને જુથ્થો સામેસામે આવી ગયા હતા. જેમા કુહાડી,લાકડી,તલવાર જેવા હથિયારો સાથે બન્ને જુથ્થ એકબીજાના લોહીના પ્યાસા થયા હતા.

બન્ને પક્ષે મારામારીની ફરીયાદ પોલિસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

મુસ્લિમ અને ગઢવી સમુદાયના આ બે જુથ્થો વચ્ચે અગાઉ ત્રણ મહિના પહેલા કોઇ બાબતને લઇને ડખ્ખો થયો હતો અને તેને લઇને મામલો પોલિસ મથકે પણ પહોંચ્યો હતો. જેનુ મનદુખ આજે ફરી સામે આવ્યુ હતુ. અને બન્ને જુથ્થના લોકો સામે-સામે આવી ગયા હતા. એક તરફ ઘાયલોની હોસ્પિટલમાં પુછપરછ સાથે પોલિસે મામલો વધુ ઉગ્ર ન બને અને બન્ને સમાજના ટોળા એકઠા ન થાય તેવા પ્રયત્નો કર્યા હતા જેમાં તે સફળ રહ્યા હતા. હાલ પણ પોલિસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અને બન્ને પક્ષે ફરીયાદ નોંધી છે. જે નિચે મુજબ છે.
કમલેશ દેવરાજ ગઢવીની ફરીયાદ લઇ પોલિસે(1) સુલ્તાન જકરીયા સુમરા(2)સાજીદ જકરીયા સુમરા(3)લોલી ખોજાનો ભાઇ તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ આઇ.પી.સીની કલમ 323,324,504,506(2) તથા જી.પીએક્ટ 135 અને સી.આર.પી.સી 157 મુજબ ફરીયાદ નોંધી છે. તો બીજી તરફ સુલ્તાન જકરીયા સુમરાએ પણ (1)કમેલશ ગઢવી(2)ગોપાલ ગઢવી(3) માણસી ગઢવી તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. મુન્દ્રા પી.આઇ એમ.એન.ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ મહિના પહેલા થયેલા ઝઘડા બાબતે આમતો બન્ને જુથ્થ વચ્ચે લાંબા સમયથી ઉકળતા ચરૂ જેવી સ્થિતી હતી. જે આજે સામેસામે આવી જતા હિંસક અથણામણમાં ફેરવાય તેવી શક્યતા હતી. અને એક સમયે મુન્દ્રામાં આ ઘટનાના સમાચારના ઘેરા પ્રયત્યાઘાતો પડ્યા હતા. જો કે પોલિસે સમય સુચકતા અને ચુંસ્ત બંદોબસ્તથી મામલાને મોટુ અને ગંભીર સ્વરૂપ લેવા દીધું નહોતું હાલ પોલિસે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સાથે શહેરમાં શાંતી સ્થપાય તેવા પ્રયત્નો પણ હાથ ધર્યા છે.