કચ્છ કલેકટર કચેરી બહાર છેલ્લા 3 મહિનાથી જમીન મુદ્દે આમરણ ઉપવાસ પર બેસેલા એક આધેડે આજે ન્યાય ન મળતા આત્મ વિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઇ છે મહત્વની વાત એ છે કે કલેકટરની ચેમ્બર બહાર જ વેલજી નારાણ ઝોલા એ ડીડીટી નામની દવા ખાઈ લીધી હતી જો કે નવાઇ વચ્ચે તંત્રના પેટનું પાણી પણ ન હલ્યુ અને સામાજીક આગેવાનો ને આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો વેલજી ભાઇ આ અગાઉ 26-2-2018 ના કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા. હતા પરંતુ ચાર દિવસ બાદ ખાતરી મળતા પારણા કર્યા હતા જો કે તેમનો પ્રશ્ર્ન ન ઉકેલાતા છેલ્લા ત્રણ માસથી તેઓ જમીન ફાળવણી મુદ્દે ઉપવાસ પર ઉતર્યા હતા અને આજે કલેકટર કચેરી એ રજુઆત બાદ બહાર નિકળતાજ તેઓ એ ઝેરી દવા ખાઈ આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો જો કે હાલ તેઓની સારવાર ભુજની જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે અને એનેક સામાજીક આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા છે તો પોલિસની વિવિધ એજન્સી પણ હોસ્પિટલ તપાસ અર્થે પહોંચી છે ભુજ એ ડીવીઝન પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.