Home Crime મજીદના નામે પોલિસની છબી ખરડનાર અસામાજીક તત્વોને પશ્ર્ચિમ કચ્છ પોલિસની ચેતવણી 

મજીદના નામે પોલિસની છબી ખરડનાર અસામાજીક તત્વોને પશ્ર્ચિમ કચ્છ પોલિસની ચેતવણી 

5455
SHARE
અગાઉ હની ટ્રેપ,એસોર્ટ,મારામારી અને સ્ત્રી અત્યાચારના અનેક ગુન્હાઓમાં આવી ગયેલા મજીદ થેબાના ગુમ થયા મામલે હાલ પોલિસ સામે શંકા સાથે અનેક જગ્યાએ વિરોધ થઇ રહ્યો છે. લખપત,ભુજ સહિત અનેક વિસ્તારોમાં આવેદનપત્ર અને રજુઆત સાથે સોશિયલ મીડીયામાં પોલિસ તપાસ અને ત્યાર બાદ મજીદના ગુમ થયા અંગે અનેક પોસ્ટ અને વિડીયો અપલોડ થઇ રહ્યા છે. તે વચ્ચે આજે પોલિસે પોતાની ખરડાઇ રહેલી છબીને સ્પષ્ટ કરવા માટે એક પત્રકાર પરિષદ યોજી સત્ય અંગે મિડીયાને વાકેફ કર્યા હતા. સાથે પોલિસની છબી ખરડવા માટે કેટલાક અસામાજીક તત્વો મજીદની આડમાં જે વિરોધ કરી રહ્યા છે. તેને ચેતવણી પણ આપી હતી. કે તેમના વિરૂધ પણ પોલિસ કાર્યવાહી કરી શકે છે.

શુ છે સમગ્ર મામલો અને કેમ થઇ રહ્યો છે વિરોધ?

ભુજના સંજોગ નગર વિસ્તારમા રહેતા મજીદ વિરૂધ તેની પત્નીએ અત્યાચાર અને તેને જાનથી મારી નાંખવાની દહેશત વ્યક્ત કરતી ફરીયાદ પોલિસને કરી હતી અને તેથીજ પોલિસ રાત્રે મજીદના ઘરે પહોંચી હતી. જો કે મજીદ થેબા પોલિસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો. અને મોકાનો લાભ લઇ ત્યાથી ફરાર થઇ ગયો હતો. જો કે ત્યાર બાદ મજીદને પોલિસ ઉપાડી ગઇ છે. અને પોલિસે તેને ગુમ કરી નાંખ્યો છે. તેવી ફરીયાદ સાથે કચ્છમાં ઠેરઠેર તેના સમર્થનમાં રજુઆત થઇ રહી છે. અને તેમાં શંકાના દાયરામા પોલિસને લઈને સોશિયલ મીડીયામાં પણ મજીદ શોધો રેલી સહિત વિવિધ સુત્રો સાથે તેના સમર્થનમાં પોસ્ટ થઇ રહી છે. આમ તારીખ 19-07થી લઇ અત્યાર સુધી મજીદ ગુમસુદ્દા છે. અને તેનો કોઇ પત્તો ન લાગતા તેના ગુમ થયા અંગે પોલિસ પર શંકાની સોય સાથે વિરોધ થઇ રહ્યો છે.

પોલિસે કરી સ્પષ્ટતા: સાથે મજીદના નામે પોલિસની છબી ખરડનારને આપી ચેતવણી 

પોલિસે સમગ્ર બનાવ અને પોલિસ તેના ઘરે ગઇ હતી. તે તમામ બાબતોને લઇને સ્પષ્ટતા કરી હતી અને સમર્થન પણ આપ્યુ હતુ. કે પોલિસ તેના ઘરે ગઇ હતી. પરંતુ ત્યાર બાદ તે ત્યાથી ફરાર થઇ ગયો હતો અને પોલિસને હાથે લાગ્યો નથી. જેના અનેક પુરાવા પોલિસ પાસે છે. તો મજીદે ત્યાર બાદ હાજર થવા અંગે પોલિસના એક કમર્ચારીનો સંપર્ક કરવા સાથે અનેક લોકો સાથે વાત પણ કરી છે. પરંતુ ત્યાર બાદથી તેનો ફોન બંધ આવે છે. અને તેને શોધવા માટે પોલિસે પાંચ ટીમ બનાવી છે. જે મજીદની શોધી રહી છે. પરંતુ કેટલાક અસામાજીક તત્વો મજીદના નામે પોલિસ વિરૂધ્ધ ષડયંત્ર રચી પોલિસની છબી ખરડવા સાથે પોલિસનુ મોરલ તોડવાના પ્રયત્ન કરી રહ્યુ છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મજીદ અંગે યોગ્ય ખુલાસા સાથે ડી.વાય.એસ.પી એન.વી.પટેલે પોલિસની છબી ખરડનાર તત્વોને મજીદની આડમા પોલિસ વિરૂધ્ધ અસત્ય માહિતી સાથેની ભામ્રક વાતો બંધ કરવા ચેતવણી આપવા સાથે મજીદને શોધવા સાથે પોલિસે આવા તત્વો પર પણ નઝર રાખી રહી હોવાનુ કહ્યુ હતુ. તો મજીદની પત્નીએ પણ પોલિસને સમર્થન આપતા નિવેદન આપી મજીદ પોલિસ ગીરફ્તમાં કે તેના ગુમ થવામાં પોલીસનો હાથ ન હોવાનુ નિવેદન આપ્યુ હોવાની વાત પણ પોલિસે ટાંકી હતી.
એક મહિનાની શોધખોળ પછી ગુન્હેગાર મજીદ થેબા પોલિસના હાથે લાગ્યો નથી તે વાસ્તવિકતા સ્વીકારવા સાથે મજીદના ગુમ થવામાં પોલિસનો કોઇ હાથ નથી તે સત્ય લોકો સુધી પહોંચે તે માટે પોલિસે આજે પ્રયત્ન કરી મજીદ ગુમ થયો છે. અને તેની શોધખોળ સાથે પડદા પાછળ પોલિસની છબી ખરડતા લોકો વિરૂધ પોલિસ કાર્યવાહી કરશે તેવી ચિમકી આજે પોલિસે ઉચ્ચારી હતી સાથે મજીદને શોધવા માટે પોલિસે પાંચ ટીમ બનાવી હોવાનો પણ પોલિસે ખુલાસો કર્યો હતો.