એક બાજુ કચ્છમા પાણી ની અછતને પહોંચી વળવા માટે સરકાર નર્મદાનું પાણી આપવાની જાહેરાતો કરે છે. બીજી બાજુ નર્મદા બ્રાન્ચ કેનાલ હોવા છતાંયે રાપર તાલુકામાં ‘જળકટોકટી’ વરતાઈ રહી છે. પાણી ની અછત અનુભવતા ૨૫ ગામોના સરપંચો દ્વારા ‘કેસરિયા’ કરાતાં ભાજપમાં હલચલ મચી ગઇ છે,તો રાપરના કોંગ્રેસી ધારાસભ્ય ને ગામલોકો શોધી રહ્યા છે પણ મળતા નથી. રાપર તાલુકા ના ફતેહગઢ ગામેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે આજે ગાગોદર.. પલાંસવા.. કાનમેર.. આડેસર સહિત ના 25 થી વધુ ગામો ના સરપંચો એ કેનાલ પર ધરણાં શરૂ કયાઁ છે. ભાજપ ના જ અન્ય જૂથ ના સરપંચો એ નર્મદા કેનાલ માંથી ખેતી અને પીવાના પાણી માટે ધરણાં શરૂ કર્યાં છે. ગઈ કાલે માંડવી ના ધારાસભ્ય અને ભચાઉ વાગડ પંથકના ભાજપના રાજકીય આગેવાન વિરેન્દ્રસિંહ જાડેજા પાસે ભાજપ ના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ એ નર્મદા કેનાલ માંથી પીવાના પાણી માટે માંગણી કરી હતી અને આ બાબતે ધારાસભ્ય એ ખાત્રી આપી હતી અને એક બે દિવસ માં પાણી શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું. ત્યાં આજે ભાજપના જ અન્ય એક જુથ કે જેણે નર્મદાના પાણી માટે ભાજપ ની સરકાર સામે બાંયો ચડાવી છે અને પાણી માટે ધરણાં શરૂ કર્યા છે. જ્યારે રાપર તાલુકા માં પીવાના પાણીની સમસ્યા એકદમ વકરી છે ત્યારે રાપર ના ના કોગ્રેસના ધારાસભ્ય સંતોકબેન પટેલ અને તેમના વતી પ્રતિનિધિત્વ કરતા તેમના પતિદેવ ભચુભાઈ આરેઠીયા ની ચુપકીદી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. રાપર તાલુકા ની જનતા અને પશુ ધન પાણી માટે વલખાં મારી રહી છે અને ધારાસભ્ય સંતોકબેન પટેલ રાપર ને બદલે મુંબઈ માં વધુ રહેતા હોવાથી લોકો ક્યાં રજૂઆત કરે તે પ્રશ્ન છે?