Home Current કચ્છ જિલ્લા પંચાયત બની હાઈટેક:તાલુકાના અરજદારોએ VC દ્વારા કરી રજુઆત

કચ્છ જિલ્લા પંચાયત બની હાઈટેક:તાલુકાના અરજદારોએ VC દ્વારા કરી રજુઆત

1235
SHARE
કેન્દ્ર સરકારની ડીજીટલ ઇન્ડિયા ની પહેલને પગલે હવે જિલ્લા પંચાયતે કચ્છના અંતરિયાળ તાલુકાઓ સાથે ટેક્નોલોજીનો સમન્વય સાધ્યો છે. આજે જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી વિવિધ અરજીઓની સુનાવણીની કામગીરી તાલુકા પંચાયતો સાથે વીડીયો કોંફરન્સ દ્વારા હાથ ધરાઈ હતી. આ અંગે ન્યૂઝ4કચ્છ ને માહીતી આપતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાણીયાએ જણાવ્યું હતું કે પ્રથમ જ વાર આ રીતે તાલુકા કક્ષાએ થી અરજદારો અને તાલુકા વિકાસ અધિકારીઓએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પ્રશ્નો રજૂ કર્યા હતા. આમ તો તાલુકા કક્ષાએ વીડીયો કોંફરન્સ ની સુવિધા છે જ. પણ, અત્યાર સુધી સુનાવણી માટે જે તે તાલુકા માંથી રૂબરૂ ભુજ જિલ્લા પંચાયત સુધી આવવું પડતું હતું. પણ, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી ની પહેલને પગલે હવે થી તાલુકા કક્ષાએ અરજદારો દ્વારા તાલુકા પંચાયત ના માધ્યમ થી આવતા પ્રશ્નો વીડીયો કોંફરન્સ દ્વારા હાથ ધરાશે. કચ્છ જિલ્લા પંચાયતની આ પ્રથમ હાઈટેક બેઠકમાં લખપત, રાપર અને નખત્રાણા તાલુકા પંચાયત દ્વારા ૭ જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં શરતભગ અને પંચાયતને લગતા પ્રશ્નો હતા. નવી સુવિધાથી તાલુકા પંચાયતો ના ખર્ચ અને સમયની બચત થશે. જોકે, આ પ્રથમ બેઠક દરમ્યાન અબડાસા તાલુકા ના સંપર્ક માં નેટવર્ક નું ગ્રહણ નડયું હતું.