Home Current સીટ ના રિપોર્ટને પગલે આદિપુરની ડીએવી સ્કૂલ ફરી ચર્ચામાં-જાણો શું છે મામલો?

સીટ ના રિપોર્ટને પગલે આદિપુરની ડીએવી સ્કૂલ ફરી ચર્ચામાં-જાણો શું છે મામલો?

1193
SHARE
આર્યસમાજ ગાંધીધામ સંચાલિત ડીએવી પબ્લિક સ્કુલ, કે જે લાંબા સમય થી માન્યતા ના હોવા છતાં સીબીએસઈ ના નામે છેતરપીંડી કરી રહેલ છે તેની સામે વાલીઓ એ શરૂ કરેલી લડતમાં એક પછી એક થઈ રહેલા ખુલાસા થી કચ્છના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી રહ્યો છે. ખાનગી સ્કૂલો દ્વારા મસમોટી ફી લીધા પછીયે અનેક મુદ્દે અધૂરાશો હોવા છતાંયે વાલીઓ ને દાદ આપવામાં આવતી નથી. આવા અનેક કિસ્સાઓ વચ્ચે આદિપુર ના વાલી વિનોદ ખૂબચંદાણી ડીએવી સ્કૂલ સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. તેમાં ઉજાગર થઈ રહેલી અધૂરાશો પછીયે ચાલી રહેલું લોલમલોલ આજની શૈક્ષણીક પરિસ્થિતિ સામે અનેક સવાલો સર્જે છે.

સરકારની મંજૂરી વગર જ ચાલતી હતી સ્કૂલ..!!

૨૦૧૫ થી જ ડીએવી સ્કૂલને સીબીએસઇ બોર્ડની મંજૂરી ન હોવાની રજુઆતો હોવા છતાં સરકાર દ્વારા ગુન્હો દાખલ ના કરાતા અંતે વાલી વિનોદ ખૂબચંદાણી દ્વારા વર્ષ ૨૦૧૭ માં આદિપુર પોલીસ સ્ટેશન માં ડીએવી સ્કૂલ સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી. આદિપુર પોલીસ દ્વારા આ ફરિયાદ સંદર્ભે કોઈ કાર્યવાહી કરાઈ નહીં. એટલે આ અંગે હાઈકોર્ટ માં દાદ માંગવામાં આવેલ. હાઈકોર્ટ દ્વારા ગત વર્ષે કરાયેલા આદેશ બાદ ડીએવી સ્કૂલ વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવેલ. પરંતુ આરોપીઓ ખુબ જ વગવાળા હોઈ અને રાજકીય દબાણ ખુબ જ હોઈ તેઓને બચાવવા ના ઉદેશ થી ફરિયાદી ની મૂળભૂત ફરિયાદ નોંધવા ને બદલે પોલીસ દ્વારા આરોપીઓ ના નામ અને ગંભીર કલમો તેમજ કેટલાક મુદ્દાઓ ઓ ફરિયાદ માં થી કાઢી નાખી અને ફરિયાદ નબળી કરી દેવાની અને આરોપીઓ ને સીધો લાભ મળે તેમજ ગુન્હાની ગંભીરતા ખતમ થઇ જાય તે રીતેની કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ ફરિયાદી વિનોદ ખૂબચંદાણી એ કર્યો હતો. પોલીસે આઈ.પી.સી ની ૪૦૬ (ગુન્હાઈત વિશ્વ્વાસઘાત ),૪૬૫ (ખોટા દસ્તાવેજ બનાવવા) ,૪૭૧( દસ્તાવેજ બનાવતી હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવો) , અને ૩૪ (સમઈરાદો પાર પાડવા ગુન્હાઈત કૃત્ય કરવું)મુજબ એફ.આઈ.આર. નોંધી હતી. આ અંગે પૂર્વ કચ્છ ડી.એસ.પી ને ફરી રજૂઆત કર્યા છતાં કોઈ પગલા ના લેવાતા અંતે ફરી વિનોદ ખૂબચંદાણી એ હાઈકોર્ટ માં આદિપુર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ એન.કે.ચૌહાણ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સામે રીટ પીટીશન કરતા કોર્ટે તપાસ માટે SIT એસ.આઈ.ટી બનાવવા આદેશ આપ્યો હતો. SIT ની ટીમ દ્વારા ડીએવી સ્કૂલની તપાસ અંજાર વિભાગ ના ડીવાયએસપી શ્રી વાઘેલા ની અધ્યક્ષતા માં કરવામાં આવી હતી. જેમાં તપાસ ના અંતે એસ.આઈ.ટી દ્વારા ગાંધીધામ કોર્ટ માં એફ.આઈ.આર. માં આઈ.પી.સી ની કલમો ૪૨૦(ઠગાઈ ),૧૨૦ (બી)-(ગુન્હાઈત કાવતરું રચવું), ૪૬૭ ( કીમતી દસ્તાવેજો ની બનાવટ) ઉમેરવામાં આવેલ છે. આમ ડીએવી સ્કૂલે છેતરપીંડી કરી હોવાનો SIT ની તપાસનો અહેવાલ સૂચવે છે. હવે આગલી ચાર કલમોની સાથે ડીએવી સ્કૂલની સામે ગંભીર એવી ૪૬૭, એટલે કે કીમતી દસ્તાવેજો ની બનાવટ, ૪૨૦- ઠગાઈ,છેતરપીંડી અને ૧૨૦(બી)-ગુન્હાઈત કાવતરું કરવું, જેવી કલમો લગાડવામાં આવી છે.

ડીએવી સ્કૂલ સામે બાળ ગુનેગારી કાયદા હેઠળ પણ ફરિયાદ દાખલ કરવાની માંગ

વાલી અને ફરિયાદી વિનોદ ખૂબચંદાણી ના જણાવ્યા પ્રમાણે તેમણે ડીએવી સ્કૂલ સામે હજી જુવેનાઇલ જસ્ટીસ એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવા માટે કરેલી અરજી હજી પેન્ડીંગ છે. આ બિનજામીન પાત્ર ગંભીર કલમો નો ઉમેરો થશે એવી ભીતિ ના કારણે ડીએવી સ્કૂલની ગેરરીતિ ને છાવરવાની કોશિશ કરનારા ટ્રસ્ટીઓ અને રાજકીય આગેવાનોએ પોતાની રાજકોય વગ નો ઉપયોગ શરૂ કરી દીધો હોવાની ચર્ચા છે.
પરંતુ અરજદાર વિનોદ ખૂબચંદાણી ના કહેવા પ્રમાણે તેમની મૂળભૂત ફરિયાદ માં ના અન્ય ત્રણ મુદા,(૧) શાળા પરીસર માં તેમના પર થયેલ હુમલા ની તપાસ (૨)એસ.એમ.સી અને અન્ય કમિટીઓ ના સભ્યોને આરોપીઓ તરીકે જોડવા અને (૩) કેટલાક ચોક્કસ ટ્રસ્ટીઓ ને બચાવવા કાઢી નખાયેલા વ્યકિતઓના નામ ફરિયાદ માં ઉમેરવા અને તેમની સામે તપાસ અંગે કાર્યવાહી માટેની કાનૂની પ્રક્રિયા તેઓ ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ ની શરૂઆત થી જ ડીએવી સ્કૂલને સીબીએસઈની માન્યતા ન હોવા અંગે ના આધારો રેકર્ડ પર આવી ગયેલ હતા. પરંતુ રાજકીય ઓથ હેઠળ સમગ્ર કૌભાંડ ચાલી રહેલ હતું.
આ શાળાની વિરુદ્ધ ગેરકાયદે શાળા ચલાવવા ઉપરાંત બાળકો ને ટાર્ગેટ કરવા , સુરક્ષા માં બેદરકારી, નિયમ વિરુદ્ધ ની ફી સહીત ના અનેક મુદ્દે ફટકાર મળેલ છે. ઉલ્લેખનીય છે કે હાલ માં રાજ્ય કક્ષાએ થી પીયુસીએલ ની ટીમ પણ આ શાળા માં બાળ અત્યાચાર મુદ્દે તપાસ માં આવેલ અને રાજ્ય સરકાર ને અહેવાલ સોંપેલ છે.