Home Social ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ નું કચ્છ કનેક્શન- મસ્ક્ત ઓમાનમાં કચ્છી શ્રેષ્ઠીના શિરે પ્રચારની...

ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ નું કચ્છ કનેક્શન- મસ્ક્ત ઓમાનમાં કચ્છી શ્રેષ્ઠીના શિરે પ્રચારની જવાબદારી

1230
SHARE
આવતા વર્ષે યોજાનાર ક્રિકેટ વર્લ્ડકપ પર સૌની નજર છે. પરંતુ અત્યાર થી જ આઇસીસી દ્વારા ક્રિકેટ વર્લ્ડકપ 2019 નો સમગ્ર વિશ્વમાં પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. આઇસીસી દ્વારા દુનિયાના અલગ અલગ દેશોમાં ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ની ટ્રોફીને મોકલીને પ્રચાર કરાઈ રહ્યો છે. દરમ્યાન ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ ના પ્રચાર પ્રસાર સાથે કચ્છ કનેક્શન જોડાયું છે. મંગળવારે આઇસીસી દ્વારા વર્લ્ડકપ ૨૦૧૯ ની ટ્રોફી ઓમાન ના મસ્ક્ત ખાતે પહોંચી હતી. કચ્છ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે ઓમાન ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ તરીકે કચ્છી શ્રેષ્ઠી માંડવીના વતની કનકશેઠ ખીમજી છે મસ્કત પહોંચેલી આઇસીસી ૨૦૧૯ ના વર્લ્ડકપની ટ્રોફી ઓમાન ક્રિકેટ એસોશીયન વતી પ્રમુખ કનક શેઠે સ્વીકારીને કરછનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે ઓમાન ક્રિકેટ એસોસિએશનના સભ્ય પંકજ ખીમજી અને મધુ જેસરાણી હાજર રહ્યા હતા આ ટ્રોફી મસ્ક્ત ખાતે પ્રચાર પ્રસાર અર્થે મુકાઈ હતી.