ગાંધીધામના ખોડીયારનગર વિસ્તારમાં એકલી રહેતી એક વૃધ્ધાની તેના જ ઘરમાંથી લાશ મળવાનો મામલો આમતો પહેલાથીજ શંકાના ઘેરામા હતો અને પોલિસે હત્યાની દિશામાંજ તપાસ શરૂ કરી હતી જે મામલે પ્રાથમીક તપાસ બાદ પોલિસે હત્યા અને લુંટની ફરીયાદ દાખલ કરી હતી અને આજે તે મામલે ગાંધીધામ એ ડીવીઝન પોલિસે બે શખ્સોની ધરપકડ કરી છે જો કે નવાઇ વચ્ચે ઝડપાયેલા બન્ને લુંટારૂ અને હત્યારા પૈકી એક તો સગીર નિકળ્યો છે જો કે ગાંધીધામ એ ડીવીઝન પોલિસે ઝડપાયેલા શખ્સ રાજેશ સુનીલ ગુર્જરની વધુ પુછપરછ શરૂ કરી છે અને કાયદાના સંધર્ષમાં આવેલા સગીર સામે નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરી છે.
રાત્રે બે વાગ્યે બન્ને શખ્સો ત્રાટક્યા અને ઠંકા કલેજે હત્યા કરી
નવ તારીખે પ્રકાશમાં આવેલા આ બનાવ સંદર્ભે વિગત આપતા એ ડીવીઝન પોલિસ મથકના પી.આઇ બી.એસ.સુથારે વિગતો આપતા જણાવ્યુ હતુ કે ખોડીયારનગર વિસ્તારમાં એકલી રહેતી મહિલા સુંદરદેવી ધીસારામ રેગર ઉં.72 ની તારીખ 9 ના તેના ઘરમાંથીજ લાશ મળી હતી જે બાબત પ્રથમથીજ શંકામા હતી જે તેના પુત્રની ફરીયાદ બાદ સ્પષ્ટ થયુ હતુ કે તેની લુંટના ઇરાદે હત્યા થઇ છે કેમકે બનાવ બાદ પડોસી અને તેના પરિવારની પુછપરછ કરતા તે સોનાચાંદીના દાગીના પહેરવાના શોખીન હતા જેથી પોલિસની શંકા હત્યા લુંટના ઇદારે થઇ હોવાની વધુ ગાઢ બની હતી તપાસ કરી રહેલી પોલિસને બે શખ્સો પર શંકા હતી અને તેની તપાસ કરતા તેની પાસેથી લુંટમાં ગયેલ મુદ્દામાલ કિંમત રૂપીયા 3.58લાખ મળી આવેલ છે ઝડપેલા શખ્સની પુછપરછ કરતા તેઓ 9 તારીખે રાત્રે 2 વાગ્યે લુટના ઇરાદે ગયા હતા પરંતુ વૃધ્ધા જાગી જતા ઓશીકા વડે મોઢુ દબાવી તેની હત્યા કરી હોવાની કબુલાત કરી છે.
પુર્વ ભાડુઆતે ઘડ્યો પ્લાન સગીરે મદદ કરી
પોલિસે કરેલી પ્રાથમીક પુછપરછમાં આમતો રાજેશ લુંટ કે અન્ય કોઇ ગુન્હાને અંજામ આપવામાં સંડોવાયેલ નથી પરંતુ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વૃધ્ધાની સમૃધ્ધી રાજેશની આંખમાં હતી કેમકે રાજેશ એક સમયે વૃધ્ધાના મકાનમા ભાડે પણ રહી ચુક્યો છે જેથી એકલી રહેતી મહિલાની એકલતાનો લાભ લેવાનો પ્લાન રાજેશે બનાવ્યો હતો પરંતુ મહિલા જાગી જતા હત્યા કરી નાંખી હતી આમ પુર્વ ભાડુઆતજ ઘાતકી સાબિત થયો તો ઝડપાયેલ અન્ય સગીર અગાઉ એક છોકરીને ભગાડી જવામાં સંડોવાયેલ હોવાનુ પણ પોલિસની પ્રાથમીક તપાસમા સામે આવ્યુ છે.
એકલી રહેતી મહિલાનો પરિવાર મુંબઇ રહે છે પહેલા પોલિસને માત્ર શંકા હતી પરંતુ જેમજેમ તપાસ આગળ વધતી ગઇ તેમતેમ લુંટ સાથે હત્યાની શંકા ઘેરી બનતી ગઇ અને આજે ત્રણ દિવસ બાદ પોલિસે લુંટ અને હત્યાને અંજામ આપનાર બે શખ્સોને ઝડપ્યા છે જો કે તેમાં એક સગીર છે જેની સામે કાયદાકીય કાર્યવાહી થશે પરંતુ રાજેશની પોલિસે વધુ પુછપરછ શરૂ કરી છે.