અનેક ચોરીમા સામેલ વાગડ પંથકનો કુખ્યાત શખ્સ ભરત રામજી કોળી ભચાઉની સબજેલની દિવાલ કુદીને ફરાર થઇ ગયો છે આજે સાંજે આ ઘટના સામે આવતા પોલિસમાં ભારે દોડધામ મચી ગઇ હતી આરોપી વિરૂધ વિવિધ પોલિસ મથકોએ ચોરીના અનેક ગુ્ન્હાઓ નોંધાયેલા છે આજે સાંજે 5:45 વાગ્યાના અરસારમા આ ઘટના સામે આવી હતી જેમાં લાકડીના ટેકા વડે તે દિવાલ કુદી ભાગી ગયો હોવાનુ જેલસત્તાધીશોના ધ્યાને આવ્યુ હતુ હાલ કચ્છ,પાટણ બોર્ડર પર પોલિસે નાકાબંધી કરી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ પોલિસે પાંચ ટીમ બનાવી તેને શોધવા માટે અલગ-અલગ વિસ્તારો અને તેના નજીકના લોકોને ત્યા પુછપરછ શરૂ કરી છે પોલિસ સુત્રો તરફથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ આજે તેને એક ચોરીના કામે જેલમાંથી કબ્જો મેળવી આડેસર તપાસ અર્થે લઇ જવાયો હતો ભરત રામજી કોળી 4 વાગ્યે જેલમાં પરત ફર્યા બાદ 6 વાગ્યાની આસપાસ નાશી ગયો હતો હજુ થોડા સમય પહેલાજ પુર્વ કચ્છ એલ.સી.બીએ આરોપીને વિવિધ ચોરીના ગુન્હામા ઝડપ્યો હતો અને આજે આડેસર પોલિસ તેને તપાસ અર્થે લઇ ગયા બાદ તેને જેલમા પરત મોકલ્યો હતો પરંતુ મોકાનો લાભ લઇ તે ફરાર થઇ ગયો છે આરોપી મુળ રાપરના બાદરગઢનો છે તેથી પોલિસે ત્યા પણ તપાસ શરૂ કરી છે જો કે પોલિસ હાલ તપાસમા પરોવાયેલી હોઇ વધુ વિગત આપવાનુ ટાળ્યુ હતુ.