Home Current કચ્છનુ એક એવુ ગણેશ પંડાલ જ્યાં પોલિસના ગાર્ડ ઓફ ઓનર સાથે ગણેશજી...

કચ્છનુ એક એવુ ગણેશ પંડાલ જ્યાં પોલિસના ગાર્ડ ઓફ ઓનર સાથે ગણેશજી ની સ્થાપના થાય છે 

2896
SHARE
સમગ્ર દેશમાં આજે ગણેશ ચતુર્થી સાથે ગણપતી બાપા મોરીયાનો નાદ ગુંજી રહ્યો છે પરંતુ કેટલાક ગણેશ મહોત્સવ આકર્ષણનુ કેન્દ્ર એટલે રહેતા હોય છે કેમકે ત્યાં આસ્થા સાથે ગણેશજીનુ વિશેષ સન્માન સાથે સ્થાપન થાય છે તે પછી મુંબઇના લાલબાગ ચા રાજા હોય કે પછી ગુજરાતના મેટ્રો સેન્ટરોમાં અનોખી રીતે થતા ગણેશ મહોત્સવો કચ્છમાં પણ ફેન્ડ્રસ ગ્રુપના ગણપતી કઇક એવુજ આકર્ષણ લોકો માટે ઉભુ કરે છે પરંતુ કચ્છમાં એક ગણેશ પંડાલ એવુ પણ છે કે જ્યાં ગણપતીની સ્થાપના થાય છે તે પહેલા તેને ગાર્ડ ઓફ ઓનર અપાય છે જાણીને નવાઇ લાગી ને પરંતુ આવુ આજથી નહી વર્ષોથી થાય છે કચ્છના સૌથી જુના ગણેશ મહોત્સવની શરૂઆત પણ અહીજ થતી હતી અને આજે પણ તે પરંપરા જળવાઇ રહી છે. અને તે છે પશ્ર્ચિમ કચ્છ પોલિસ પરિવાર દ્વારા ભુજ હેડક્વાર્ટર ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવની કે જે કચ્છના સૌથી જુના ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખાય છે.

73 માં વર્ષમા પ્રવેશ બાપાનુ આગમન અને વિદાય સન્માન સાથે

કચ્છમા આમતો અનેક એવા ગણેશ મહોત્સવ છે જે વર્ષોથી આયોજીત થાય છે પરંતુ પશ્ર્ચિમ કચ્છ પોલિસ દ્વારા આજથી 72 વર્ષ પહેલા ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરાઇ હતી અને આજે સવારે હેડ કવાર્ટર ખાતે આ ગણેશ મહોત્સવે 73મા વર્ષમાં પ્રવેશ કર્યો છે જો કે ધામધુમ સાથે ગણેશજીને આવકારવા સાથે અહી ગણેશજીની સ્થાપના પહેલા તેને ગાર્ડ ઓફ ઓનર પોલિસ બેન્ડ સાથે અપાય છે અને જ્યારે તેમની વિદાય થાય છે ત્યારે પણ અગલે બરસ તુ જલ્દી આના ભાવ સાથે પોલિસ ગાર્ડ ઓફ ઓનર આપે છે આમ આજે વિવિધ કાર્યક્રમો થકી અનેક ગણેશ મહોત્સવ ફેમસ બન્યા છે પરંતુ શ્રધ્ધા સાથે સન્માન પુર્વક ગણેશ મહોત્સવ ઉજવવાની પોલિસની પરંપરા 73 વર્ષથી અવીરત છે.
આમતો આજે દરેક તહેવારનો મહિમા વધ્યો છે પરંતુ શ્રધ્ધા સાથે દેખાદેખીમાં તહેવારોનો અનોખી રીતે ઉજવવાનો ટ્રેન્ડ પણ તે વચ્ચે વર્ષોથી ચાલતી પરંપરા,શ્રધ્ધા અને સન્માન સાથે પોલિસ પરિવારે ભગવાન ગણેશજીની આરાધના ચાલુ રાખી છે આશા રાખીએ ભગવાન ગણેશ તેમના દરેક વિધ્ન દુર કરે અને પોલિસ પ્રજાના.