Home Current રાપરના લખાગઢમાં મોરનો શિકાર કરનાર ક્યારે ઝડપાશે? : ભુજમાં આવેદન આપી લોકોનો...

રાપરના લખાગઢમાં મોરનો શિકાર કરનાર ક્યારે ઝડપાશે? : ભુજમાં આવેદન આપી લોકોનો વિરોધ

2276
SHARE
એક તરફ પશ્ર્ચિમ કચ્છમાં વીજવાયર રાષ્ટ્રીય પક્ષી મોર માટે મોતના કરંટ સાબીત થઇ રહ્યા છે તો બીજી તરફ શરાબ બાદ મોરના મોતની ઘટના રાપરના લખાગઢમાં સામે આવી છે આમતો આ ઘટનાને આજે 12 દિવસ થઇ ગયા પરંતુ હજુ સુધી વનવિભાગ શિકાર કરનાર લોકો સુધી પહોંચી શકી નથી જેથી આજે ભુજ હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપી આ મામલે કાર્યવાહી કરવાની રજુઆત તંત્ર સમક્ષ કરી હતી તારીખ 1-09-2018ના દિવસે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને રાપરના લખાગઢ ગામની સિમમાંથી મોરના અવશેષો મળી આવ્યા હતા તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે મોરનો શિકાર શરાબની મહેફીલ બાદ મીજબાની માટે કરાયો છે જે સદંર્ભે પુરતા પુરાવા વનવિભાગને મળ્યા હતા પરંતુ હજુ સુધીની તપાસમાં તેના આરોપી સુધી વનવિભાગ પહોંચી શક્યું નથી આ પહેલા રાપરના લાખાગઢ,આડેસર સહિતના વિસ્તારના લોકોએ રેલી યોજી રાપરમાં વિરોધ નોંધાવા સાથે વનવિભાગને પણ લેખીત સ્વરૂપે આ ઘટના દુખદ હોવા સાથે તપાસની માંગ કરી હતી પરંતુ આજે 12 દિવસ બાદ પણ કોઇ કાર્યવાહી ન થતા ભુજના હિન્દુ યુવા સંગઠન સહિતની હિન્દુ સંસ્થા અને સ્થાનીક લોકોએ આવેદનપત્ર આપ્યુ હતુ. સાથે સ્થાનીક વનવિભાગના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાની ફરીયાદ પણ ભુજ કલેકટર કચેરી ખાતે કરાઇ હતી.