Home Current હવે સરહદી વિસ્તારમાં ભૂમાફિયાઓ નો ડોળો : ભાજપના યુવા આગેવાને કરી ફરિયાદ

હવે સરહદી વિસ્તારમાં ભૂમાફિયાઓ નો ડોળો : ભાજપના યુવા આગેવાને કરી ફરિયાદ

1621
SHARE
કચ્છના મુખ્ય શહેરી વિસ્તારોમા તો હવે જમીન દબાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચિંતાજનક રીતે વધી રહી છે ભૂમાફિયાઓએ શહેરી વિસ્તાર અને તેની આસપાસના ગામો પછી હવે પોતાનો ડોળો સરહદી વિસ્તાર તરફ માંડ્યો છે ઉદ્યોગોને પગલે સંવેદનશીલ એવા સરહદી કચ્છ જિલ્લામા પરપ્રાંતીય લોકોની અવરજવર વધી છે ત્યારે જમીન, ક્રીક અને દરિયાઈ સરહદ ધરાવતા સંવેદનશીલ લખપત તાલુકામા ભૂમાફિયાઓ દ્વારા થઈ રહેલા જમીન દબાણની સામે ભાજપના યુવા નેતાએ તંત્ર સમક્ષ આધાર પુરાવાઓ સાથે લેખિત અને મૌખિક રજુઆત કરી છે.

આ રીતે ભૂમાફિયાઓ કરી રહ્યા છે જમીન દબાણ

ભાજપના યુવા અગ્રણી જયેશદાન ગઢવીએ કરેલી ફરિયાદ અનુસાર સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના સર્વે નંબર 24 ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી તે જમીન અન્ય બારાતુ શખ્સોને વેચી મબલખ રૂપિયા ઉભા કરી લેવા નો કારસો રચાયો છે આ અંગે પોતે મામલતદાર – લખપત, કલેક્ટર શ્રી કચ્છ, અને મહેસુલ સચિવ, ગાંધીનગર સહિતનાઓનું ધ્યાન દોર્યુ હોવાનો ધડાકો પણ જયેશદાન ગઢવીએ કર્યો છે.
કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના પ્રમુખ અને ભાજપ આગેવાન જયેશદાન ગઢવીએ મામલતદાર લખપત ને પત્ર સાથે રૂબરૂ કરેલી રજૂઆત અનુસાર કૈયારી ગામની સીમમાં “કુનર ઠઠ” તરીકે ઓળખાતા સર્વે નંબર 24 મા સરકારી ટાવર્સ પૈકીની અંદાજિત 25 એકર જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી, જમીન સમથળ કરી, ફેન્સિંગ વાડ તથા પાકા બાંધકામ કરવામાં આવી રહ્યા છે તેમણે પત્ર મા વ્યકત કરેલી ચિંતા મુજબ કેટલાક લેભાગુ તત્વો દ્વારા સરકારશ્રીની માલિકીની કરોડો રૂપિયાની કિંમતની આ જમીન બારાતુ શખ્સોને વેચી નાણાં રળવાના મનસુબા સેવાઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ પ્રવૃત્તિ આટકાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો છે. લખપત તાલુકામાં જો સારો વરસાદ થાય તો કૈયારીના “કુનર ઠઠ”મા કુદરતી ડેમ જેવી વ્યવસ્થા હોઈ, લગભગ એક વર્ષ સુધી પાણી ભરાઈ રહે છે. જેનો ગેરલાભ લઇ કેટલાક લેભાગુઓએ આ વિસ્તારની સરકારી પડતર જમીન તથા પશુઓના ચારિયાણ માટેની જમીન પર સેંકડો એકરના વિસ્તારમાં દબાણ કર્યું છે તથા આ બાબતને લઈને ભુતકાળમાં અનેક વખત ઘર્ષણ તથા મારામારીના બનાવો પણ બનતા રહ્યા છે, ત્યારે સરકારી તંત્ર જાગૃત બની આવા ભૂ-માફિયાઓ વિરુધ્ધ આકરા પગલા ભરે તેવી માંગ જયેશદાન ગઢવીએ કરી છે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ સરહદી વિસ્તારમા જમીનદબાણ ઉપર અંકુશ રાખવો જરૂરી છે ત્યારે હવે એ જોવું રહ્યું કે ખુદ શાસક પક્ષના જ એક યુવા આગેવાનની ભૂ-માફિયાઓ સામેની ગંભીર ફરિયાદ પછી કચ્છનું સરકારી તંત્ર હવે શું કાર્યવાહી કરે છે.