Home Crime રાપરની બેલા બોર્ડરથી પાક ઘુસણખોર ઝડપાયો સુરક્ષા એજન્સીઓની પુછતાછ શરૂ 

રાપરની બેલા બોર્ડરથી પાક ઘુસણખોર ઝડપાયો સુરક્ષા એજન્સીઓની પુછતાછ શરૂ 

896
SHARE
કચ્છની અટ્ટપટ્ટી ક્રિક હરામીનાળા અને વીગાકોટ નજીકથી આમતો અનેકવાર પાકિસ્તાની ઝડપાય છે તો જૈખો જેવા બંદરો પર માછીમારી માટે આવતા પાકિસ્તાનીઓ પર પણ સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખતી હોય છે.પરંતુ રાપર સરહદેથી લાંબા સમય બાદ ભારતમા ઘુસી આવેલા એક શંકાસ્પદ વ્યક્તિને બોર્ડર સીક્યુરીટી ફોર્સે ઝડપી પાડ્યો છે બોર્ડર પીલર નબંર 995 નજીક ગઇકાલે જ્યારે બોર્ડર સીક્યુરીટી ફોર્સના જવાનો તૈનાત હતા ત્યારેજ એક શંકાસ્પદ વ્યક્તિ તેમની નજરમા આવ્યો હતો જેથી સુરક્ષા એજન્સીઓએ તેને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ જીવન પ્રભુ હોવાનુ જણાવ્યુ હતુ અને ટીડોલીયા આંચી મસ્ચિદ સિંધનો પોતે હોવાનુ જણાવ્યુ હતુ જેથી બી.એસ.એફે તેની વિશેષ પુછપરછ કરી હતી જો કે તેની પાસેથી કાઇ શંકાસ્પદ વસ્તુ પ્રાથમીક તપાસમાં ન મળી આવતા તેને રાપરના બેલાસર પોલિસ મથકે વધુ તપાસ માટે સોંપાયો છે. જીવણના કબજા માંથી એક નોકિયા કંપની નો મોબાઈલ ફોન.. પચાસ રૂપિયા નુ પાકિસ્તાની ચલણ.. બે લીટર ની પાણીની બોટલ.. એક ઝોન્ગ કંપની નુ સીમકાર્ડ નું કવર કે જેમાં મોબાઈલ નંબર લખેલ તે કાગળો એક ઉર્દુ ભાષા માં લખેલ નીલા રંગની ધાર્મિક પત્રિકા એક ઉર્દુ માં લખેલ આઇ. કાર્ડ મળી આવ્યા છે જો કે હાલ તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી,. પરંતુ પુર્વ કચ્છની મહત્વની સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સી તેની તપાસ અને પુછપરછમાં જોતરાઇ છે હાલ રાપર પોલિસ મથકે પાકિસ્તાની નાગરીકને લવાયો છે.