સામાન્ય રીતે દિવાળીના દિવસો અથવા તે પહેલા ઇન્કમટેક્સ વિભાગ રાજ્યમા વિવિધ જગ્યાએ સર્વેની કામગીરી કરતી હોય છે ત્યારે આજે ગાંધીધામ અને ભુજ ઇન્કમટેક્સ વિભાગની એક સયુક્ત ટુકડી એ ભુજમા બે વેપારીઓને ત્યા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ જ્યા હજુ તપાસ ચાલુ છે જો કે આ અંગે સત્તાવાર માહિતી આપવાનુ આઈ.ટી વિભાગે ટાળ્યું હતુ પરંતુ ભુજના RTO વિસ્તાર સ્થિત એક બેવરેજીસ અને એક કન્સ્ટ્રક્શન પેઢી ને ત્યા સર્વેની કામગીરી આજે બપોર બાદ હાથ ધરાઇ હતી જો કે શા મામલે ત્યાં સર્ચ હાથ ધરાયુ છે તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઇ રહી છે પરંતુ ભુજની વેપારી પેઢીઓ પર આઇ. ટી વિભાગના તપાસના પગલે કરચોરોમા ફફડાટ ફેલાયો હતો જો કે સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં વધુ કેટલાક સ્થળો પર આઇ. ટી વિભાગ સપાટો બોલાવે તેવી શક્યતા છે.