Home Current 3 સંતાન મુદ્દે મોમાયાભા ગઢવીએ 3 મહિને નૈતીકતા દર્શાવી : ધિરેનભાઇ દર્શાવશે?

3 સંતાન મુદ્દે મોમાયાભા ગઢવીએ 3 મહિને નૈતીકતા દર્શાવી : ધિરેનભાઇ દર્શાવશે?

2171
SHARE
રાજકારણોનો રંગ કઇક એવો છે કે જે જલ્દી છુટતો નથી અને તેમાય જ્યારે સત્તા આવે છે ત્યારે તેને છોડવી થોડી મુશ્કેલ હોય છે અને આવીજ સત્તાના મોહના બે કિસ્સા તાજેતરમાંજ કચ્છના રાજકારણમાં ચર્ચાનુ કેન્દ્ર છે જેમાં એક છે ગાંધીધામના નગરસેવકના ઘરે આવેલ ત્રીજુ સંતાન અને બીજો કિસ્સો છે ભુજના નગરસેવક ધિરેન ઠક્કરના ઘરે આવેલા સંતાનનો જો કે બન્ને કિસ્સામાં લાંબા સમયથી ચાલતા વિવાદ દરમ્યાન પણ નથી તંત્રએ તેમની સામે કોઇ પગલા લીધા કે નથી સ્વૈચ્છાએ સત્તા મુકવાની તેઓએ તૈયારી દર્શાવી પરંતુ ગાંધીધામ વોર્ડ નંબર 2ના કાઉન્સીલર મોમાયાભા ગઢવીએ અંતે 3 મહિના જેટલા લાંબા સમય બાદ સત્તાનો મોહ છોડવાનો નિર્ણય કર્યો છે અને આજે ચીફ ઓફીસરને રાજીનામુ આપ્યુ છે મોમાયભા ગઢવી કચ્છ ભાજપના મજબુત નેતા ગણાય છે અને હાલ તેઓ ગાંધીધામ પાલિકામાં પાણી પુરવઠા સમિતીના ચેરમેન તરીકે કાર્યરત હતા જો કે થોડા સમયથી આ મુદ્દે વિવાદ બાદ આજે તેઓએ સત્તા છોડવાની તૈયારી સાથે રાજીનામુ આપ્યુ છે જેનુ કારણ તેમણે તેમના ઘરે ત્રીજુ સંતાન જનમ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

મોમાયાભાએ તો નિયમ પાળ્યો ધિરનેભાઇ પાળશે? 

આમતો થોડા સમયથી આ મુદ્દો કચ્છના રાજકારણ અને આમ નાગરીકોમાં ચર્ચાનુ કેન્દ્ર છે જો કે વ્યક્તિગત મામલાના બહાના હેઠળ ભાજપના બન્ને કાઉન્સીલરો આ મામલે મૌન હતા તો ક્યાક એવી વાતો પણ સામે આવી હતી કે ત્રીજા સંતાનને તેઓએ દત્તક આપી સત્તા બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા જો કે આજે મોમાયાભાએ રાજીનામુ આપી તેમની નૈતીક જવાબદારી સાથે કાયદાને માન આપ્યુ હતુ પરંતુ હવે પ્રશ્ર્ન એ છે કે ત્રણ સંતાન અને પુરવઠા વિભાગની ગોલમાલ મામલે ચર્ચામાં રહેલા ધિરેન ભાનુભાઇ ઠક્કર રાજીનામુ આપશે કે પછી કાયદાની આટ્ટીધુટીમાં અને મોટા નેતાના છુપા આશીર્વાદથી તે કાયદાથી બચી સત્તા જાળવી રાખશે? જો કે મામાયાભાના રાજીનામાના નિર્ણય પછી શરમ રાખી નૈતીકતા સાથે ધિરેન ઠક્કરે પણ સત્તાનો મોહ છોડવો જોઇએ એવો પક્ષના આંતરિક સુત્રોમાં પણ ગણગણાટ જોવા મળી રહયો છે.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર મોટી ઉંમર અને નિયમોનુ ઉલ્લધન કરતા ચુંટાયેલા નેતાઓ માટે ચોક્કસ ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરાવવા માટે આગ્રહ રાખી રહ્યા છે પરંતુ બીજી તરફ સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધીઓ સત્તાના મોહમાં સરકારની છબીને ખરડીને પણ સત્તા જાળવવા માટે મક્કમ છે જો કે 3 મહિના બાદ નૈતીક જવાબદારી સાથે કચ્છ ભાજપના એક પ્રતિનીધીએ તો સત્તાનો મોહ છોડ્યો પરંતુ અવારનવાર ચર્ચામાં રહેતા ભુજના એ કાઉન્સીલર તેમાંથી શુ બોધપાઠ લે છે. તે જોવુ રહ્યુ જો કે ચર્ચા એવી પણ છે કે હવે કચ્છ ભાજપ પણ ઇચ્છશે કે ભુજના કાઉન્સીલર પણ સ્વૈચ્છાએ પોતાના પદ્દનો ત્યાગ કરે.