Home Current ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ નરનારાયણ નગર ના NA ની માહિતી જિલ્લા...

ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ નરનારાયણ નગર ના NA ની માહિતી જિલ્લા પંચાયત પાસે નથી?-RTI ના જ્વાબે સર્જી હલચલ

1932
SHARE
ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ નરનારાયણ નગર આજે નવા વિકસિત વિસ્તારનો પોશ એરિયા ગણાય છે. પણ એ NA ક્યારે થયું એ વિશે NA ની કામગીરી કરતી સરકારી કચેરીઓ પાસે સત્તાવાર રેકોર્ડ નથી. હા આ કોઈ તર્કવિતર્ક સાથે વહેતા થયેલી અફવા કે પછી ઉપજાવી કાઢેલી વાત નથી. કચ્છ જિલ્લા પંચાયતના ચિટનીસ દ્વારા લેખિતમાં અપાયેલ ઓફિશ્યલ માહીતી છે.

જિલ્લાની સચિવાલય જેવી ગણાતી જિલ્લા પંચાયત ઓફિસમાં ભુજ ની જમીન વિશે જ માહીતી નથી?

ભુજના નરનારાયણ નગર ના NA વિશેની માહીતી શક્તિનગર, કૈલાસનગર મા રહેતા ચંદ્રેશ નટવરલાલ જોશી દ્વારા કરાયેલ આરટીઆઇ હેઠળ જાણવા મળી છે. તારીખ ૨૭/૮/૧૮ ના ભુજ તાલુકા પંચાયત પાસે એરપોર્ટ રોડ ઉપર આવેલ સર્વે નંબર ૫૧, ૫૨/૧, ૫૨/૨ અને ૫૩ જે અત્યારે નરનારાયણ નગર તરીકે ઓળખાય છે તે NA ક્યારે થયું, કઈ શરતો ના આધારે થયું, તેના લે આઉટ પ્લાન અને નકશા એ વિશે માહીતી માંગી હતી એવું ન્યૂઝ4કચ્છ ને કહેતા ચંદ્રેશ જોશીએ આક્ષેપ કર્યો હતો કે, નિયમ મુજબ ભુજ સીમ ના NA ની માહીતી નો રેકર્ડ ભુજ તાલુકા પંચાયત પાસે હોવા છતાંયે મને માહીતી આપવાને બદલે એ માહીતી માટે જિલ્લા પંચાયત માં અરજી કરવા ભુજ તાલુકા પંચાયતે લેખિત મા જવાબ આપ્યો અને અરજી જિલ્લા પંચાયત માં પહોંચી. હવે કચ્છ જિલ્લા પંચાયત ના માહીતી અધિકારી અને ચિટનીસે જે જવાબ આપ્યો છે તે જવાબ સરકાર અને જિલ્લા પંચાયત જેવી કચેરીના વહીવટની પ્રતિષ્ઠા સામે, વિશ્વાસ સામે સવાલ સર્જે છે. તારીખ ૨૫/૯/૧૮ ના ચિટનીસ ની અવાચ્ય સહી થી પોતાને મળેલા જવાબ વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કરતા ચંદ્રેશ જોશી કહે છે કે, તારીખ/૧/૧૦/૨૦૦૫ ના NA થયેલ ભુજના એરપોર્ટ રોડ ઉપરના સર્વે નંબર ૫૧, ૫૨/૧, ૫૨/૨ અને ૫૩ ના NA ની ફાઈલ મળતી નથી, હા કચ્છ જિલ્લા પંચાયત વતી ખુદ ચિટનીસે માહીતી અધિકારી તરીકે આ લખી આપ્યું છે, સાથે એવું પણ લખ્યું છે કે જ્યારે ફાઈલ મળશે ત્યારે તમને જાણ કરીશું અને હા, અમારા જવાબ થી તમને અસંતોષ હોય તો ૩૦ દિવસ માં ફરિયાદ કરી શકો છો. હવે, જો કચ્છ જિલ્લા પંચાયત માં તગડો સરકારી પગાર લેતા સરકારી બાબુ પાસે જવાબ ન હોય અને એ વાત તેઓ લેખિત માં પણ કબૂલે તેનાથી શરમજનક વાત બીજી કઈ હોય? ચંદ્રેશ જોશી કહે છે કે તેઓ કચ્છ મા જે રીતે અધૂરા ટાઇટલ વાળી જમીન અને પ્લોટ વેંચાય છે અને સામાન્ય પ્લોટ ધારકો ઠગાય છે એટલે તેમણે પ્લોટ ખરીદતા પહેલા માહીતી માંગી હતી પણ હવે શું સમજવું નરનારાયણ નગર સરકારી રેકર્ડ પર ક્લિયર ટાઇટલ ધરાવે છે કે નહીં? એ કોણ કહેશે? નવા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી વહીવટ ને પારદર્શક કરવા માંગે છે,પણ વરસો થી ચીટકી ગયેલા અમુક કર્મચારીઓ ની મેલી મથરાવટી અને પ્રસાદી ની કુટેવ ને ઓળખી આકરા પગલાં ભરશે તો જ કચ્છ જિલ્લા પંચાયત નો વહીવટ ‘સાફ’ થશે. એ કડવું સત્ય છે.