Home Current મોદીના હસ્તે કચ્છમા ૫૦૪૧ કરોડના LNG ગેસ ટર્મિનલનું લોકાર્પણ-સૌરભ પટેલ અંજાર પહોંચ્યા...

મોદીના હસ્તે કચ્છમા ૫૦૪૧ કરોડના LNG ગેસ ટર્મિનલનું લોકાર્પણ-સૌરભ પટેલ અંજાર પહોંચ્યા ધમધમાટ શરૂ

1520
SHARE
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આવતીકાલ તા. ૩૦મી સપ્ટેમ્બરના જાહેરસભાના કાર્યક્રમને લઇને અંજારના સત્તાપર મુકામે જાહેરસભાને ૩.૧૫ કલાકથી ૧૬.૨૦ કલાક દરમિયાન સંબોધન કરશે તેની અહીં ચાલી રહેલી તડામાર તૈયારીઓની આજે રાજયના ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ અને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિરે સ્થળપર જિલ્લા કલેકટર રેમ્યા મોહન સાથે કાર્યક્રમની તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર ડી.આર.પટેલ, અંજારના પ્રાંત અધિકારી વિજયભાઈ રબારી સહિતના વહીવટીતંત્રના અધિકારીઓએ ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલને ચાલી રહેલી તૈયારીઓનો કી પ્લાન સહિતની વિવિધ બાબતો અંગે જાણકારી આપી હતી. પીજીવીસીએલના અધિકારીઓએ આ તકે તેઓને સમગ્ર કાર્યક્રમને બે ફીડરના માધ્યમથી સંપૂર્ણ સુવિધાયુકત લાઇટીંગ વ્યવસ્થાનો ચિતાર આપ્યો હતો. ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલ અને રાજયમંત્રી વાસણભાઈ આહિરે સમગ્ર તૈયારીઓનું અને સ્ટેજ પરની વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરી તંત્રને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યાં હતા.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પૂર્વ વિભાગના પોલીસ વડા પરિક્ષિતા રાઠોડ, ડીવાયએસપી શ્રી વાઘેલા તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ હવે LNG ગેસ સપ્લાય માં કેન્દ્ર સ્થાને, વીજ ફીડર નું લોકર્પણ અને ખાતમુહૂર્ત

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તે વિવિધ વિકાસકામોના થનારા લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમો અનુસાર ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ અને એલએનજી ટીર્મિનલ મુંદરા, પ એમએમટીપીએ એલએનજી, મુંદરા જીએસપીસી એલએનજી લીમીટેડ અને અંજાર-મુંદરા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લી.,અને પાલનપુર-પાલી-બાડમેર ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ (જીએસપીએલ ઇન્ડિયા ગેસનેટ લી.)નું ઉદ્દઘાટન કરાશે. એલએનજી ટર્મિનલની મંજૂર થયેલ પ્રોજેકટ કિંમત રૂ. ૫૦૪૧ કરોડ છે, જે ગુજરાતમાં ત્રીજું ઓપરેશનલ એલએનજી ટર્મિનલ હશે. આ ઉપરાંત ગેટકોના ૬૬ કે.વી. ડીસી-પ સબ સ્ટેશન ગાંધીધામ, ૬૬ કે.વી.બંદરા નાના સબ સ્ટેશન, ૬૬ કે.વી.ખારોઇ સબ સ્ટેશન, ભચાઉ તથા નવી ગેટકો વર્તુળ કચેરી, તા. અંજારની લોકાર્પણવિધિ તેમજ ૬૬ કે.વી.રાતાતળાવ(સાપેડા) સબ-સ્ટેશન, અંજારની ભૂમિપૂજનવિધિ કરાશે.
*સૌજન્ય- માહીતી કચેરી, ભુજ