મુખ્યમંત્રીનુ પદ્દ હોય કે ત્યાર પછીની લાલન કોલેજ થી લાલ કિલ્લા સુધીની વડાપ્રધાન તરીકેની સફર કચ્છીઓએ હમેંશા દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માન સાથે પોતાના માથા ઉપર બેસાડ્યા છે, અને તેથીજ નરેન્દ્ર દામોદરદાસ મોદી કચ્છમાં આવે ત્યારે મન ખોલીને વાત કરી કચ્છના ભરપુર વખાણ કરવાની સાથે પોતાના કચ્છ સાથે ના આત્મીય સબંધોની વાતો કરે છે. અને તેવુજ આજે થયુ મુખ્યમંત્રી કચ્છના અંજાર ખાતે વિકાસકામોના ખાતમુહર્ત સાથે જાહેરસભાને સંબોધવા આવ્યા અને એટલુજ નહી પોતાના ભાષણની પણ શરૂઆત કચ્છી ભાષામાં કરી અને સૌને રામરામ કર્યા. ત્યાર બાદના ભાષણોમાં પણ કચ્છના પ્રવાસન,ઔદ્યોગીક વિકાસ અને કચ્છના ખમીરની વાતો કરી પરંતુ કદાચ વડાપ્રધાન મોદી વિકાસની વાહવાહઇમાં કચ્છીઓની અછતની પીડામાં સાંત્વના આપવાનુ ભુલી ગયા !!. તેમણે નર્મદાની વાત સાથે ભૂતકાળના દુષ્કાળને ચોક્કસ યાદ કર્યા. પરંતુ, વર્તમાન સ્થિતીમાં કચ્છી માડુઓ ને શબ્દો દ્વારા સાંત્વના આપવાનુ નરેન્દ્રભાઇ ચુકી ગયા. કદાચ સભા પુરી થયા બાદ તેનો રંજ સૌ કચ્છીઓને હશે પરંતુ કચ્છનુ ખમીર કઇક એવુ છે,કે ફરી વડાપ્રધાન કચ્છ આવશે ત્યારે આટલોજ ઉમળકો તેમને આપશે. કેમકે,કચ્છની એ સંસ્કૃતિ છે. પરંતુ શબ્દોથી કચ્છીઓને સાંત્વનાની અપેક્ષા ચોક્કસ હતી જે સાચી ન ઠરી.
ક કચ્છનો ક, ખ ખમીરનો ખ, પરંતુ અછતનો અ વડાપ્રધાન ન બોલ્યા
કચ્છ પર જ્યારે જ્યારે આફત આવી છે. ત્યારે વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હમેંશા કચ્છની ચિંતા કરી છે. અને તેથીજ કચ્છ આવે ત્યારે તેના ભૂતકાળના કિસ્સાઓનુ સંસ્મરણ કરવાનુ તેઓ ચુકતા નથી અને એટલેજ કચ્છ સાથેના તેમના આત્મીય સંબધોની વાત સભામાં પણ કહ્યુ કે જે રીતે કચ્છ બહાર વસતા કચ્છીઓ એકવાર વર્ષમાં વતન આવે છે. તેમ તેમને પણ વર્ષ માં એકવાર કચ્છ આવવાનું મન થાય છે. કચ્છનો આભાર માનવા સાથે વડાપ્રધાને કહ્યુ કે કચ્છને વિશ્ર્વફલક પર લઇ જવા માટે તેમને દ્રઢતા સાથે નવી બારાખડી દુનીયાને દેખાડવાનો વિશ્ર્વાસ હતો અને આજે ક કચ્છનો ક અને ખ ખમીરના ખ સાથે સમગ્ર દેશમાં કચ્છ છવાયેલુ છે. પરંતુ અછતની જ્યારે કચ્છમાં સ્થિતી છે. ત્યારે લોકોને અપેક્ષા હતી કે વડાપ્રધાન અછતગ્રસ્ત કચ્છીઓને શબ્દોથી હિંમત આપશે પરંતુ તેવુ ન થયુ અને સંવેદના ચુકી વડાપ્રધાને કચ્છીમાડુઓની લાગણી જીતવાનો પ્રયત્ન ન કર્યો જો કે તે કદાચ સ્થાનીક નેતાગીરીની અણઆવડત પણ ગણી શકાય. નહી તો તેઓ વડાપ્રધાનને કચ્છની અછતની સ્થિતીથી વાકેફ કરી શક્યા હોત.
સાંસદના સ્વભાવ પર આફરીન, વાસણભાઇ નું આયોજન સફળ તો જેન્તીભાઈ અને છબીલ પટેલ પણ લાંબા સમયે જાહેર માં દેખાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રીયતા તેમના ગઢમા એટલીજ છે. પરંતુ જે રીતે દેશના અન્ય રાજ્યોમાં ભાજપના મોટા નેતાઓની સભામાં ખુરશી ખાલી પડી રહે છે. તેવામા કદાચ ગુજરાતમાં જંગી સભાને સંબોધવા માટે આવેલા વડાપ્રધાન ભારે જનમેદની જોઇ હરખાયા હશે અને તેથીજ આડકતરી રીતે વાસણભાઇના ગઢમા થયેલી સભાએ વડાપ્રધાનને મોહી લીધા હતા. તો બીજી તરફ કચ્છના અન્ય લોકનેતાઓનુ નામ લેતા સમયે કચ્છના વર્તમાન સાંસદના સાલસ સ્વભાવના તેઓએ વખાણ કરતા જણાવ્યુ હતુ. કે કાયમ કચ્છ માટે ચિંતીત અને હસમુખા વિનોદ ચાવડાના સ્વભાવના વખાણ કર્યા હતા સભા દરમ્યાન એક માત્ર સાંસદ અને વાસણભાઇના નામ લેતા સમયે લોકોએ નારેબાજી કરી હતી.
સભામા આ ધટનાએ ક્યાંક હાસ્ય તો ક્યાંક ચર્ચા ઉભી કરી હતી
-એક સમયે ખાલી ખુરશીઓએ ચિંતા વધારી હતી. પરંતુ ધારણા મુજબ 30,000થી પણ વધુ લોકો સભામાં ઉપસ્થિત રહ્યા અને અનેક લોકો તો ડોમ બહાર પણ ઉભા રહ્યા હતા.
-ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ને ક્ષોભનીય સ્થિતીમાં મુકાવુ પડ્યુ કેમકે કાર્યક્રમના એનાઉન્સરે એક સમયે તેમને ભાષણ માટે આમત્રંણ આપ્યુ પરંતુ ત્યાર બાદ જેવા નિતીનભાઇ ઉભા થયા કે વડાપ્રધાનના સ્વાગત માટેની ઘોષણા કરી જેથી સ્ટેજ પર ભાષણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી પરત ફર્યા
-કચ્છના બે રાજકીય મોટા આગેવાનો લાંબા સમય બાદ કોઇ જાહેર કાર્યક્રમમાં દેખાયા જેન્તીભાઇ ભાનુશાળી અને છબીલ પટેલના વિવાદને લઇને જે દુષ્કર્મની ધટનાએ ગુજરાત ભાજપને ક્ષોભ માં મકયું હતું. ત્યાર બાદ બન્ને નેતાઓ જાહેર કાર્યક્મમાં ક્યાય દેખાતા ન હતા પરંતુ આજે બન્ને નેતા કાર્યક્રમમા દેખાયા
-જો કે જેન્તીભાઇ સાથે ધણાએ અંતર રાખી પાછળની હરોળમા બેસવાનુ યોગ્ય માન્યુ હતુ. પરંતુ પકંજ મહેતા અને રમેશ મહેશ્ર્વરી તેમની સાથે બીરાજ્યા હતા.
-કેટલાક ચુંટાયેલા પ્રતિનીધીઓ હમેંશાની જેમ કાર્યક્રમમાં મોડા પહોચ્યા અને તેમને આગળની હરોળમાં ખુરશી મળવાની અપેક્ષા હતી પરંતુ એવુ થયુ નહી અને ઉભા ઉભા આખી સભા સાંભળવી પડી
-વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં કચ્છના પ્રશ્ર્નોને લઇને વિરોધ ડામી દેવાયો કચ્છ કોગ્રેસ અને કચ્છ દલિત અધિકાર મંચે વિરોધની જાહેરાત કરી હતી. પરંતુ તેઓ સભા સ્થળે પહોંચે તે પહેલાજ પોલિસે નજર કેદ કરી વિરોધને સફળ બનાવવા આપ્યો ન હતો….
-કચ્છના વિકાસથી કચ્છની ભુતકાળની પરિસ્થિતી કચ્છના સાહસ,કચ્છના પ્રવાસન અને કચ્છની ખમીરીનો વડાપ્રધાને પોતાના ભાષણમાં અનેકવાર ઉલ્લેખ કર્યો અને તેના પર તાળીઓ પડતી રહી.
-વડાપ્રધાને ગુરૂની ગરીમા જાળવી હતી. સોશ્યલ મિડીયા પર ભલે કોગ્રેસ ભ્રામક પ્રચાર કરતી હોય. પરંતુ સતાપર ગામે ગોવર્ધન પર્વત ખાતે વડાપ્રધાન ખુદ ગયા હતા અને ત્રિકમદાસજી મહારાજ સાથે ફોટો પડાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. જેને કદાચ કચ્છ ક્યારેય નહી ભુલે
2019ની ચુંટણી પહેલા વડાપ્રધાની આ જાહેરસભા કચ્છ ભાજપના સંગઠનમા ચાલતા ડખ્ખા વચ્ચે ભાજપ માટે ટોનીકનુ કામ કરશે ભલે સીધી રીતે આ સભા રાજકીય હોય તેવુ વડાપ્રધાનના ભાષણ પરથી ક્યાય લાગ્યુ નહી. પરંતુ કચ્છના હમેંશા દિલમા રાખી તેની દરેક પળોને યાદ કરતા વડાપ્રધાન આજે કચ્છને અછતની સ્થિતીમા સાંત્વના આપી શક્યા નહી તે કડવું સત્ય છે. ભલે રાજ્ય સરકાર મદદ કરશે અને અછતની સ્થિતીમા તેમની જવાબદારી છે પરંતુ વડાપ્રધાન અછતમા કચ્છની પડખે હોવાના બે શખ્દો પણ બોલ્યા હોત તો કદાચ કચ્છની અછતની પીડા હળવી થઇ હોત….જો કે 2019ની ચુંટણી પહેલા ગુજરાત અને કચ્છની મુલાકાતને રાજકીય નિષ્ણાંતો સફળ માને છે.