Home Crime અછત માટે આવેલી ઘાસ ભરેલી ટ્રક લખપતના ઘડુલીમા ભડભડ સળગી: ઘાસનો જથ્થો...

અછત માટે આવેલી ઘાસ ભરેલી ટ્રક લખપતના ઘડુલીમા ભડભડ સળગી: ઘાસનો જથ્થો સ્વાહા 

1649
SHARE
એક તરફ કચ્છમાં ઘાસ પાણી માટે પશુપાલકો વલખા મારી રહ્યા છે. ત્યારે આજે લખપતના ઘડુલી ગામે પશુઓ માટે ઘાસનો જથ્થો ભરી આવેલી ટ્રક સળગી જતા અંદાજીત 60થી વધુ ઘાસની ગાંસડીઓ સળગીને રાખ થઇ ગઇ હતી. ચોક્કસ મોડે મોડે પણ ફાયર ફાઇટર ત્યા પહોચ્યુ હતુ પરંતુ ત્યા સુધીમાં તો ઘાસ અને ટ્રક સળગીને રાખ થઇ ગયા હતા. આજે બપોરે બનેલી આ ઘટનાથી સ્થાનીકોમા રોષ પણ ફેલાયો છે કેમકે એક તરફ બેદરકારીથી વિજવાયરને અડી જતા આ ઘાસનો જથ્થો સળગ્યો હોવાના દાવા સાથે સ્થાનીકોએ બેદરકારીથી આગ લાગી હોવાનો આક્ષેપ કર્યો છે તો બીજી તરફ બાજુમાંજ આવેલી ઔદ્યોગીક કંપનીમાં ફાયર ફાઇટર માટે ફોન કર્યા બાદ યોગ્ય જવાબ ન મળવાનો પણ સ્થાનીકોએ આરોપ લગાવ્યો છે. પ્રાથમીક રીતે ઘટના અંગે સ્થાનીક પ્રતિનીધી તરફથી મળેલી માહિતી મુજબ બપોર બાદ આ આગની ઘટના બની હતી. અને ઘડુલી નજીકના જ રસ્તા પર આવેલા ગોડાઉન પાસે ઘાસ ભરેલી ટ્રક વિજવાયર સાથે અડી હતી અને તે સાથેજ આગે પકડ જમાવી હતી અને જોતજોતામાં આખી ટ્રક સળગીને રાખ થઇ ગઇ હતી. આમતો કચ્છમાં આવી ઘટના કોઇ નવી વાત નથી પરંતુ તાજેતરમાં જ્યારે કચ્છમા ઘાસની કટ્ટોકટી છે તેવા સમયે કિંમતી કહી શકાય તેવા ઘાસના જથ્થામાં આગ લાગતા પશુપાલકોમા આ ઘટનાને લઇને નારાજગી છે જો કે સ્થાનીક તંત્ર આ ઘટના અંગે તપાસ કરશે પરંતુ હાલ વિજવાયર અડી જતા બહુમુલ્ય ઘાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે જે પશુઓના મુખમાં જવાનો હતો.