Home Current રાહુલ ગાંધીના પગલે કચ્છ કોંગ્રેસ-ઘેર-ઘેર, દુકાને-દુકાને ફરીને માંગ્યું લોકોનું સમર્થન

રાહુલ ગાંધીના પગલે કચ્છ કોંગ્રેસ-ઘેર-ઘેર, દુકાને-દુકાને ફરીને માંગ્યું લોકોનું સમર્થન

2116
SHARE
૨૦૧૯ મા શું થશે તેની દેશભર મા ચાલતી ચર્ચા વચ્ચે અત્યારે સૌની નજર ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી ઉપર છે. ભાજપ ને કોંગ્રેસ મ્હાત આપશે કે નહીં તે મુદ્દો લોકો ની ચર્ચાનું કેન્દ્ર છે. પણ, રાહુલ ગાંધી હવે દરેક મોરચે પોતાના પક્ષને દોરવણી આપવા માટે આગળ આવી રહ્યા છે અને એક સક્ષમ નેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરવા મક્કમ છે. કૈલાસ માન સરોવરની યાત્રા હોય કે પછી રાફેલ સોદો હોય રાહુલ ગાંધી આક્રમક રીતે ભાજપને જવાબ આપી રહ્યા છે, તો કોંગ્રેસ પક્ષને પણ ૨૦૧૯ પહેલા આંતરિક રીતે સજ્જ કરી રાહુલ ગાંધી લોકો માં કોંગ્રેસની છબી સુધારવા માટે નવા નવા આયોજનો સાથે આગળ વધી રહ્યા છે.

કચ્છ કોંગ્રેસ રાહુલ ને પગલે.., લોકોને મળશે, કોંગ્રેસ માટે ફંડ પણ માગશે..

૨ જી ઓક્ટોબર ગાંધી જ્યંતી થી કચ્છ કોંગ્રેસે જનસંપર્ક અભિયાન છેડીને રાહુલ ગાંધીના પગલે આગળ વધવાનું શરૂ કરી દીધું છે. પ્રદેશ મંત્રી જુમા રાયમાએ ન્યૂઝ4કચ્છ સાથે આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે અમે ગાંધીધામ થી જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ની સૂચના અનુસાર અમે ઘેર-ઘેર, દુકાને-દુકાને ફરી રહ્યા છીએ. ગાંધી જ્યંતી ના દિવસે શરૂ કરેલા જનસંપર્ક અભિયાન માં લોકો અને વ્યાપારીઓ દ્વારા કોંગ્રેસને ઉષ્મા ભર્યો આવકાર અને ફંડ મળ્યું હોવાનો દાવો પ્રદેશ મંત્રી જુમા રાયમાએ કર્યો હતો. કચ્છ કોંગ્રેસના પ્રભારી રહીમ સોરાએ જણાવ્યું હતું કે, ધીરે ધીરે કચ્છના દરેક શહેરો અને ગામડાઓ મા જન જન સુધી કોંગ્રેસ ના કાર્યકરો પહોંચશે. લોકોની સમસ્યાઓ સાંભળશે સાથે સાથે કોંગ્રેસની કામગીરી થી લોકો ને માહિતગાર કરશે અને શાસક પક્ષ ભાજપની નિષફળતા અને ભ્રષ્ટાચાર ની પોલ કોંગ્રેસ ખોલશે. ગાંધીધામ જનસંપર્ક કાર્યક્રમ મા પ્રભારી રહીમ સોરા, પ્રદેશ મંત્રી જુમા રાયમા, શહેર પ્રમુખ સમીપ જોશી એ જણાવ્યું હતું કે કોંગ્રેસ તમામ વર્ગના લોકો ને મળશે અને તેમનું સમર્થન માગશે.જિલ્લા પંચાયત ના વિપક્ષી નેતા વી. કે. હુંબલે કચ્છ ની નગરપાલિકાઓ અને તાલુકા જિલ્લા પંચાયતો માં પ્રસરેલા વ્યાપક ભ્રષ્ટાચાર થી લોકો વાકેફ હોવાનું જણાવ્યું હતું. જનસંપર્ક અભિયાન મા પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી, સંજય ગાંધી,પ્રવક્તા ચેતન જોશી, આઇટી સેલના વિપુલ મહેતા, ભરત ગુપ્તા,નરેશ ચેલા અને અન્ય આગેવાનો કાર્યકરો જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા નાદુરસ્ત તબિયત ના કારણે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.